Breaking
Sun. Sep 15th, 2024

વાહન ચોરી અને ઘરફોડ ચોરીના 28 ગુનામાં પકડાયેલ રીઢા ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અગાઉ ઘરફોડ અને વાહનચોરીના 28 ગુનામાં સંડોવાયેલો રીઢા ઘરફોડ ચોરને વડોદરામાં ઘરફોડ ચોરીના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જેમાં બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરશુરામ ભઠ્ઠા ખાતે વોચ ગોઠવી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠાના ભાથુજીનગરમાં રહેતો અને અગાઉ વાહન-ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલા શખસ અંકિત ઠાકોરે ફરી ફતેગંજમાં ઘરફોડ ચોરી કરી છે અને ચોરી કરેલ રૂપિયાથી નવી યામાહા ફસીનો ખરીદીને બેફામ રીતે રૂપિયા ખર્ચ કરે છે. આ શખસ પરશુરામ ભઠ્ઠામાં નવી ખરીદ લાલ કલરની યામાહા ફસીનો લઇને ફરતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પરશુરામ ભઠ્ઠા ખાતે વોચ ગોઠવી હતી.

મોપેડની ડેકીમાંથી બિલ વગરનો ​​​​​​​મુદ્દામાલ મળી આવ્યો
​​​​​​​આ દરમિયાન અંકિત રમણભાઇ પાટણવાડીયા (રહે. ભાથુજીનગર ઝુપડપટ્ટી, પરશુરામ ભઠ્ઠો, સયાજીગંજ, વડોદરા, મૂળ સેગવા ગામ તા.શિનોર જી.વડોદરા)ને યામાહા ફસીનો મોપેડ સાથે શોધી કાઢ્યો હતો અને ઇસમ પાસેની મોપેડની ડેકીમાંથી CCTV, DVR તેમજ બે થેલીમાંથી એક મોબાઇલ તેમજ રોકડા 3 લાખ રૂપિયા મળી આવ્યા હતા. તેની પાસેની મોપેડના પેપર્સ, મોબાઇલ, CCTV અને DVRના બિલ તેમજ રોકડ રકમ બાબતે પૂછતા તેને વસ્તુના બિલ નહી હોવાનું જણાવ્યું હતું તેમજ રોકડ રકમ અંગે કોઇ સચોટ માહિતી આપી નહોતી.

કાપડની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી
પોલીસે શખસની સઘન પુછપરછ કરી તપાસ કરતાં આ શખસે બે માસ પહેલા રાત્રીના સમયે નિઝામપુરા ખાતેની ઓપ્ટીક હાઉસ દુકાનના શટરનું લોક તોડી દુકાનમાંથી 1.95 લાખની રોકડ રકમની ચોરી કરેલાની તેમજ આજથી 15 દિવસ પહેલા સંપતરાવ કોલોનીના રત્નમ એપાર્ટમેન્ટ ખાતેની ઓફિસમાંથી રોકડા 2.50 લાખ, CCTV અને DVR તેમજ આ ઓફિસની પાસેની કાપડની દુકાનમાંથી મોબાઇલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત મોપેડનો ચોરી કરવા માટે ઉપયોગ કર્યો હોવાનું અને ચોરીના રૂપિયાથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ
આ પકડાયેલ આરોપી અંકીત પાટણવાડીયા સને-2013થી પોતાના અર્થિક ફાયદા માટે દુકાનો, ઓફિસોને ટાર્ગેટ કરીને વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં તેમજ વડોદરાની આસપાસમાં આવેલ ડભોઇ તથા આંકલાવ ખાતે બાઇકની ચોરી રાત્રીના સમયે કરવાના અને ઘરફોડ ચોરીના ગુનાઓ કરતો હોય આરોપી સામે નીચે જણાવેલ 28 જેટલા ગુનાઓ નોંધાયેલ હોવાથી તેની આ ગુનાહિત પ્રવૃતિના કારણે 3 વખત પાસા હેઠળ જેલોમાં પણ જઇ આવ્યો છે.

By admin

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *