ગાંધીનગર જિલ્લામાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા લોદરા ગેંગના સૂત્રધારને લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે કલોલ બાપા સીતારામ માણસા રોડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 22 ગુનાઓમાં અગાઉ પકડાઈ ચુકેલ આરોપીનો સાગરીત ગાંધીનગરમાં વાહન ચોરીના છ ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગાધીનગર જિલ્લા હદ વિસ્તારમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલરની થતી ચોરીઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી. બી. વાળાની ટીમને એક્ટિવ કરવામાં આવી છે. જે અન્વયે પોલીસે ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટેકનિકલ હ્યુમન સોર્સ મારફતે કોમ્બીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ દરમ્યાન બાતમી મળી હતી કે, વાહન ચોરીના કુલ-૦૬ ગુન્હાઓમાં સડોવાયેલ આરોપી તરૂણ મુકેશભાઇ રાવળ ઉ.વ.૧૮ રહે.ગામ. લોદરા, બાલા હનુમાન, માર્કેટ યાર્ડ તા.માણસા જી.ગાંધીનગર . જે ગાંધીનગર જિલ્લાના કલોલ બાપા સીતારામ માણસા રોડ પાસે કોઇને મળવા માટે આવવાનો છે. જે હકીકતના આધારે પોલીસે સુત્રધાર તરૂણ મુકેશભાઇ રાવળને ઉઠાવી લીધો હતો. જે જિલ્લામાં વાહન ચોરી કરતી લોદરા ગેંગનો સાગરીત હોવાનું ખુલ્યું હતું અને તેણે જિલામાં વાહન ચોરીના છ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી.
આ અંગે એલસીબીએ કહ્યું કે, લોદરા ગેંગનાં સૂત્રધાર આરોપી તરૂણ મુકેશભાઇ રાવળ ઉ.વ.૧૮ રહે.ગામ. લોદરા, બાલા હનુમાન, માર્કેટ યાર્ડ તા.માણસા જી.ગાંધીનગર નાઓ મળી આવતા સદરી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે સદરી આરોપી આકાશ બારોટ સાથે રહી બાઈકની ચોરી કરી નિકાલ / વેચાણ સારૂ તેઓના સાગરિત અગાઉ પકડાયેલ પુરમસીહ ચૌહાણ, નવદીપસિંહ રાઠોડ અને વિરેન્દ્રસિંહ રાઠોડને આપી ગુન્હાઓને અજામ આપતા સદરી ચોરીના કુલ-૦૬ ગુન્હાઓમાં સડોવાણી ખુલવા પામેલ છે.