ગાંધીનગર શહેર નજીક આવેલા કોટેશ્વર પાસે મોર્નિંગ વોકમા નીકળેલી વૃદ્ધાના ગળામાંથી મોપેડ ઉપર આવેલા બે ચેઈન સ્નેચરો સોનાનો દોરો તોડીને નાસી છૂટયા હતા વૃદ્ધાએ બુમાબૂમ કરવા છતાં તે હાથમાં આવ્યા ન હતા અને આ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
કોટેશ્વર ખાતે સંગાથ પાઈલોન વસાહતમાં દીકરીના ઘરે આવેલા શારદારાણી ગૌરીશંકર રાવ નિત્યક્રમ મુજબ ગઈકાલે સવારે ઘરેથી મોર્નીંગવોક માટે નીકળ્યા હતા અને કોટેશ્વર પેટ્રોલ પંપ પાસેથી ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે તેમની પાછળ બે અજાણ્યા ઇસમો મોપેડ ઉપર આવ્યા હતા. જે પૈકીના પાછળ બેઠેલા ઈસમે શારદારાણીના ગળાના ભાગે હાથની તરાપ મારી સોનાનો દોરો તોડી લીધો હતો.
આ ઘટનાથી શારદારાણી ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા છતાં આ શખ્શો હાથમાં આવ્યા ન હતા અને મોપેડ ઉપર નાસી છૂટયા હતા. ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા હતા અને દીકરી અને જમાઈને વાત કર્યા બાદ અડાલજ પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજને આધારે ચેઈન સ્નેચરોની શોધખોળ શરૃ કરી હતી.
ગાંધીનગર નજીક આવેલા કોટેશ્વર પાસે, મોપેડ ઉપર આવેલા બે શખ્સો દોરો તોડીને નાસી છુટયાથઅડાલજ પોલીસ દ્વારા શોધખોળ શરૃ કરાઈ