કલોલ તાલુકાના હિંમતપુરા વેડા ગામે આવેલ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો એ તરખાટ મચાવતા અહીં મંદિરમાંથી ચાંદીના નાગ અને ચાંદીના છત્તર ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરી અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કલોલ તાલુકાના હિંમતપુરા વેડા ગામે ચૌધરી વાસમાં રહેતા સુરેશભાઈ સેંધાભાઈ ચૌધરી એક તેમના ખેતરમાં આહિર ગોગા મહારાજનું મંદિર બનાવેલ છે જેમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ મંદિરના તાળા તોડયા હતા અને અંદરથી સવા કિલોગ્રામ વજનની ચાંદીની નાગદેવતાની મૂર્તિ તથા ચાંદીના ત્રણ અલગ અલગ છતર તથા દાનપેટી માંથી રોકડા રૃપિયા ૫,૦૦૦ મળીને કુલ રૃપિયા ૨,૫૧,૦૦૦ ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પોલીસે સુરેશભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કલોલના હિંમતપુરા વેડા ગામમાં તસ્કરો ત્રાટક્યા ! ગોગા મહારાજના મંદિરમાં નાગદેવની મૂર્તિ તથા ચાંદીના સત્તર સહીત ૨.૫૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર