ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમારનાઓએ રેન્જના જીલ્લાઓમા શરીર સબંધી તેમજ મીલકત સબંધી આરોપીઓને શોધવા તેમજ નાસતા ફરતા આરોપી તેમજ ગુમ/અપહરણ થયેલ ઇસમોને શોધી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધીક્ષક હીંમકરસીંહનાઓએ શરીર સબંધી તેમજ મીલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમજ ગુમ/અપહરણ થયેલ ઇસમોને શોધી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી પરીણામ લક્ષી કાર્યવાહી કરવા સાવરકુંડલા વિભાગ મદદનીશ પોલીસ અધીક્ષક વલય વૈધ અને સર્કલ પોલીસ ઇન્સપેકટર રાજુલાનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામા આવેલ છે. આ કામની હકીકત એવી છે કે, ડુંગર પો.સ્ટે.વિસ્તારના દેવકા ગામે આવેલ નોબેલ વર્લ્ડ સ્કુલમાં આવેલ હોસ્ટેલમાં રહી ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા પરેશભાઇ મહેશભાઇ મકવાણા રહે.જાફરાબાદ મામલતદાર કચેરીની સામે તા.જાફરાબાદ જિ.અમરેલી વાળો વહેલી સવારના કોઇને કહ્યા વગર નોબલ સ્કુલની હોસ્ટેલમાંથી જતો રહેલ હોય જે અંગે તેના માતા-પિતા તેમજ હોસ્ટેલના ગૃહપતિએ ડુંગર પોલીસ સ્ટેશને સવારના ૧૧/૩૦ વાગ્યે આવી જાણ કરતા તુરંતજ આર.એચ.રતન ઇં.પો.સબ.ઇન્સ ડુંગર પો.સ્ટે.નાઓએ તાત્કાલીક બે ટીમ બનાવી ગુમ થનાર વિદ્યાર્થીને શોધી કાઢવા કવાયત કરતા હ્યુમનસોર્સ તેમજ ટેકનીકલ સોર્સથી તપાસ કરતા જાણવા મળેલ કે આ કામે ગુમ થનાર પરેશભાઇ મહેશભાઇ મકવાણા રાજુલા બાજુ ગયેલ છે. જેથી તુરત જ પોલીસ ટીમ રાજુલા ખાતે પહોંચી તપાસ કરતા રાજુલા હઠીલા હનુમાનજીના મંદિર ખાતેથી ગુમ થનાર પરેશભાઇ મહેશભાઇ મકવાણા મળી આવેલ છે. જે બાદ વિધાર્થીના માતા-પિતા તથા શાળાના સંચાલકો અને બાળકની વિગતવાર પુછપરછ કરતા બાળકને અભ્યાસ અહિંયા ન કરવો હોય જે કારણસર પોતાની મેળે જતો રહેલ હોવાનુ જાણાવતો હતો. જેથી બાળકને હેમખેમ તેના માતા-પિતાને સોંપી આપી ડુંગર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવેલ છે. આ કામગીરી ડુંગર પો.સ્ટેના ઇં.પો.સબ.ઇન્સ આર.એચ.રતન, હેડ કોન્સ ડી.ઇ.ગાહા,અનાર હેડ કોન્સ એમ.એલ.ભેરડા, પો.કોન્સ. એમ.બી.બારૈયાનાઓ દ્વારા કરવામા આવેલ છે.
રીપોર્ટર:-ધર્મેશ મહેતા