Breaking
Sun. Jan 19th, 2025

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ગુનાઓના કબજે કરેલ રોકડા રૂપિયા તથા ફોરવીલ તથા મોટરસાયકલ તથા મોબાઇલ તેના મૂળ માલિકને પરત કરતી કેરાળા જીઆઇડીસી પોલીસ

Spread the love

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથોલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લાના થાણા અધિકારીઓને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા અલગ અલગ ગુનાની તપાસો દરમિયાન ભોગબનનાર/ફરિયાદી/આરોપીઓ પાસેથી અલગ અલગ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હોય તે કબજે લીધેલ મુદ્દામાલ લાંબા સમયથી પોલીસ સ્ટેશન ખાતે કંપાઉન્ડમાં તથા મુદ્દામાલ રૂમમાં પડી રહેલો હોય જે મુદ્દામાલ તેના મૂળ માલિક/ ભોગબનનાર/આરોપીઓને શોઘી કાઢી તે મુદ્દામાલ પરત આપવા સારું તેઓને જરૂરી કાનૂની સલાહ તેમજ માર્ગદર્શન આપી નામદાર કોર્ટમાં અરજીઓ કરાવીને નામદાર કોર્ટ પાસેથી હુકમો મેળવી જે હુકમમાં આધારે તેના મૂળ માલિકને સમય મર્યાદામાં કબજે કરેલ મુદ્દામાલ પરત મળી રહે તેમજ આમ પ્રજામાં પોલીસ પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર થઈને લોકહિતમાં કાર્ય કરે તેમજ સતત જાગૃતિ દ્વારા લોક સંપર્ક જળવાઈ રહે તે ઉદ્દેશ કોઈ ચોક્કસ દિવસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી કબજે કરેલ મુદ્દામાલ પરત આપવા માટે ખાસ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ શ્રી ધોળકા વિભાગ ધોળકાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અત્રેના કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.સી.સોલંકી સાહેબ નાઓએ અલગ અલગ ટીમો બનાવી મુદ્દામાલ રેકર્ડમા ચેક કરાવી જો મુદ્દામાલ હુકમ થઈ ગયેલ હોય અને મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં હોય તેમજ જે મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવાના હોઈ જે અરજદાર દ્વારા કોર્ટે રાહે કાર્યવાહી કરાવી હુકમ મેળવી કબજે કરે મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આજરોજ તારીખ 30/08/2024 ના રોજ કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલો હતો જેમાં નીચે જણાવેલ સંખ્યામાં મૂળ માલિકને ભોગ બનાના આરોપણ તેઓના મુદ્દામાં પરત આપવાની એ કામગીરી કરી પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી જેની વિગત નીચે મુજબ છે.

 

અલગ અલગ કંપનીની ચલણી નોટો રોકડ રૂપિયા 72 હજાર android ફોન 10 કિંમત રૂપિયા 52000 મોટરસાયકલ સ્પ્લેન્ડર એક કિંમત ₹10,000 ફોરવીલ સીટ ડીઝલ ગાડી એક કિંમત રૂપિયા 2000 આમ તેરા તુજકો અર્પણ ચાલુ દરમ્યાન કાર્યક્રમ હજી કુલ 3,34,000 નું મુદ્દામાલ મૂળ માલિક ભોગ બનનાર ફરિયાદી આરોપીઓને પરત આપવામાં આવેલ છે

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *