
રાજુલા તાલુકાના દરીયા કાંઠે આવેલ ચાંચબંદર ગામના રૂટની એસ.ટી બસ શરૂ કરવા માટે પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઇ ડેર દ્વારા રાજુલા ડેપો મેનેજર પત્ર મારફતે રજૂઆત કરવામા આવી છે. જેમા જણાવેલ કે, રાજુલા ડેપોની રાજુલા-ચાંચબંદર બસ સવારે અને સાંજના સમયે ચાલુ હતી. અને તેમાં ટ્રાફિક પણ ખુબજ સારા પ્રમાણમાં થતી હોવા છતાં અને આ બસનો લાભ સૌથી વધારે વિદ્યાર્થીઓ લેતા હોવા છે છતાં કોઇ કારણોસર થોડો સમય ચલાવી બસને બંધ કરી દીધેલ છે. આ ચાંચબંદર રૂટની બસ બંધ હોવાને લીધે સવારના સમયે ખાસ તો વિદ્યાર્થીઓ અને રાજુલા કામે આવતા લોકોને ખુબજ મુશ્કેલી પડે છે. જેમાં ચાંચ, ખેરા, પટવા, સમઢિયાળા, દાતરડી, વિસળીયા, કથીવદર, વિક્ટર, પીપાવાવ-ધામ, જોલાપુર, નિંગાળા અને કડીયાળીના વિદ્યાર્થીઓ તથા લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડે છે કારણકે આ રૂટ ઉપર એક્સપ્રેસ બસો તો ઘણી ચાલે છે. પરંતુ લોકલ બસો બહુ ઓછી ચાલતી હોવાથી લોકોને હાડમારીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે રાજુલા-ચાંચ બંદર રૂટ ઉપર ફરીથી આ બસ ચાલુ કરવામાં આવે તો લોકોને અને વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય અને એસ.ટી વિભાગને પણ સારા ટ્રાફિકને લીધે સારી આવક થાય તેમ છે તો ઉપરોક્ત બાબતે યોગ્ય કરવા મારી ભલામણ છે.
રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા