નાયબ પોલીસ મહા નિરીક્ષિકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર, વિભાગ ગાંધીનગર, તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ગાંધીનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ જે સૂચના આધારે ડી.બી.વાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી – ૧ ગાંધીનગર નાઓ ટીમના એચ.પી.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી -૧ ગાંધીનગર નાઓ ટીમના માણસો સાથે પેટ્રોલિંગમા હતાં દરમ્યાન સાથેના એ.એસ.આઈ હર્ષરાજસિંહ દિલીપસિંહ તથા કોન્સ્ટેબલ અનોપસિંહ બળવંતસિંહ નાઓને સંયુક્ત રીતે મળેલ બાદમી આધારે બાબુજી કાનજીભાઈ મછાર ઉં.વ – 39 રહે, નાગનખેડી ગામ, રત્ના ફળિયું, થાના પીટોલ તા.રણાપુર જી.જાંબુઆ, મધ્યપ્રદેશ વાળા ને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ આ કામના આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી સત્તર વર્ષ અગાઉ હું તથા મારા ગામની આજુબાજુના ગામના આશરે 15 માણસો ભેગા મળી ચાંદખેડા વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં આવેલ સોનાની દુકાનમાં રાત્રી સમયે જઈ દુકાનમાં હાજર ઈસમો ઉપર પથ્થરમારો કરી દુકાનમાં ફાયરિંગ કરી સોનાના દાગીના તથા ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ જતા રહેલ હોવાની કબુલાત કરેલ જે બાબતે ખાતરી તપાસ કરતા અડાલજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન 297/2007 ઇ.પી.કો કલમ 395,379 તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧),(બી),(એ) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ થયેલ. જે ગુનામાં નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરેલ છે.
આરોપી બાબુજી કાનજીભાઈ 39 રહે નાગણખેડી ગામ રત્ના ફળિયુ થાના પેટ્રોલ તા રાણાપુર જી જાંબુવા મધ્ય પ્રદેશ
આ સફળ કરનાર અધિકારી શ્રી પો.ઇન્સશ્રી ડી.બી.વાળા તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.પી.સોલંકી તથા એ.એસ.આઇ હર્ષરાજસિંહ દિલીપસિંહ, એ.એસ.આઇ રણજીતસિંહ સરદારસિંહ, હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ વનરાજસિંહ, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કુબેરસિંહ, કોન્સ્ટેબલ અનોપસિંહ બળવંતસિંહ, કોન્સ્ટેબલ પ્રદિપસિંહજી માનસિંહજી, કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર કનુભાઈ, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ, કોન્સ્ટેબલ જયદીપસિંહ વિક્રમસિંહ