પૂર્વ વિસ્તારમાં બુટલેગરો બેખોફ બનીને પોલીસને પડકાર ફેકી રહ્યા છે ! સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ કરતા પોલીસ દોડતી થઇ !
પૂર્વ વિસ્તારમાં બુટલગરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો કિસ્સો નરોડામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં બુટલેગર કાયદો હાથમાં લઇને જાહેરમાં હાથ ફટાકડા ફોડીને હાથમાં ગન રાખીને કેક કાપતો હતો, એટલું જ નહી સોશિયલ મિડીયા વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં એક યુવકના જન્મ દિવસની ઉજવણી માટે રાત્રે લોકોનું ટોળુ ભેગુ કરીને જાહેર રસ્તા ઉપર હાથમાં આગ નિકળે તેવી ગન રાખીને જન્મ દિવસની ઉજવણી કરી હતી અને ફટાકડા પણ ફોડયા હતા. જે વિડીયોની પોલીસે તપાસ કરતા નરોડા જીઆઈડીસી મુઠીયા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેનો હોવાનું સામે આવતા આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવદતા પીએસઆઈ બી.એમ.જોગડાએ નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડાપાસે રહેતા જયેશ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તથા તેમના સ્ટાફને એક વિડીયો મળ્યો હતો, જેમાં જન્મ દિવસની ઉજવણી કરવા કેટલાક માણસો ભેગા કરી જાહેરમાં ફટાકડા ફોડી રહ્યા હતા સાથે જ આગ નિકળે તેવી બંદૂકનો ઉપયોગ કરીને હંગામો કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી વિડિયો આધારે પોલીસે તપાસ શરૃ કરી ત્યારે ખબર પડી કે વિડીયો નરોડા જીઆઈડીસી મુઠીયા ગામ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેનો હોવાનું તથા નરોડા પોલીસ સ્ટેશનનો પોહી. બુટલેગર નરોડામાં રહેતા જયેશનો જન્મ દિવસ હોવાથી લોકોના ટોળા ભેગા કરીને હંગામો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી નરોડા પોલીસે જયેશ ઉર્ફે જીગા સોલંકી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ કરતા પોલીસ દોડતી થઇ નરોડા પોલીસે વિડીયોના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા