લોક અધિકાર
ગુરુવાર 27, જુલાઈ
વિદેશી દારૂની ૧૦૫૯ બોટલો જપ્ત કરી.
ગાંધીનગર તાલુકાના જલુંદ ગામ હોડકા પાસે રોડ ઉપરથી પેથાપુર પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પો.ઇન્સ. શ્રી એમ.એન.દેસાઇ તથા સર્વેલન્સ ટીમના માણસો તેમજ પો.સ્ટેના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . ત્યારે કોન્સ્ટેબલ અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ તથા આ.પો.કો ભાવેશભાઇને બાતમી મળી હતી કે, ધમાસણા તરફથી એક સફેદ કલરની ફોરવ્હીલ ફોરચ્યુનર ગાડી નંબર GJ-01-KD-6812ની જલુંદ તરફ આવી રહેલ છે જે ફોરવ્હીલ ગાડીમાં વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે. જેના આધારે પોલીસે જે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે અમો મોજે જલુંદ હોડકા ખાતે રોડ ઉપર ધમાસણા થી જલુંદ તરફથી આવતા વાહનની વોચ તપાસમાં ઉભા હતા. તે દરમ્યાન ધમાસણા તરફથી સદર બાતમીવાળી ગાડી આવતા તેને ખાનગી વાહનની આડાશ કરી હાથથી ઇશારો કરી ગાડી ઉભી રાખવા જણાવતા સદર ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી ન રાખી રોડની સાઇડમાં ઉતરતા અમોએ સદર ગાડીને કોર્ડન કરી સદર ગાડીમાથી બે ઇસમોને પકડી પાડી જે સફેદ કલરની ટોયોટા કંપનીની ફોરચ્યુનર ફોરવ્હીલ ગાડી નંબર-GJ-01-KD-6812 માથી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો મળી ૧૦૫૯/- (૩૪ પેટી) કિ.રૂા. ૧,૬૮,૮૯૬/- નો પ્રોહિનો મુદામાલ તથા એક ટોયોટા કંપનીની ફોરચ્યુનર ફોરવ્હીલ ગાડી આશરે કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન નંગ – ૧ કિ.રૂ.૫,૦૦૦/- નો મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૬,૭૩,૮૯૬/- ની મુદામાલ સાથે અલ્પેશ અરવિંદભાઇ પટેલ ઉ.વ.૨૭ રહે-મ.નં.૫૦૨/ઓ તનિક્ષ ફ્લેટ પાજરાપોળ સ્ટેશન પાસે છત્રાલ રોડ કડી તા.કડી જી.મહેસાણા મો મુળ વતન- કડી કરણપુર વાસ શાક માર્કેટ પાસે પટેલવાસ તા.કડી જી.મહેસાણા તથા સુરજ હરેશભાઇ ઠાકોર ઉ.વ.૨૩ ધંધો-પાન બીડીનો ગલ્લો (મહાકાળી પાર્લર) રહે-નગરાસણ ગામ ઠાકોરવાસ દુધ ડેરીની સામે તા.કડી જી.મહેસાણા બંને ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે. આ સફળ કામગીરીમા પેથાપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ .શ્રી એમ.એન.દેસાઇ પેથાપુર પો.સ્ટે., અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ રામસિંહ બ.નં-૧૪૭૨, આ.હે.કો અનિલસિંહ દલપતસિંહ બ.નં-૦૭, આ.પો.કો અલ્પેશસિંહ દશરથસિંહ બ.નં-૧૬૪૦, આ.પો.કો ભાવેશભાઇ રામજીભાઇ બ.નં-૪૧૩, અ.પો.કો ભાવેશભાઇ સાંકાભાઇ બ.નં-૧૬૧૧, અ.પો.કો.સુમિતસિંહ અવધેશસિંહ બ.નં.૧૮૨, અ.પો.કોન્સ રણછોડભાઇ અજમલભાઇ બ.નં-૩૭૯ નાઓ જોડાયેલ હતા.