સાયબર ક્રાઇમ સંબંધિત ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને મહિલા પાસેથી એક લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરનાર ઠગને સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયો હતો. આરોપીને વડોદરા લાવ્યા બાદ જો ડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં રહેતા સ્મિતાબેન સુર્વે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 12 જૂનના રોજ ફરિયાદ નોંધાવી હતી કે ગૂગલમાં શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા એક ફોર્મ ખૂલ્યું હતું. જેમાં મોબાઈલ નંબર તેમજ નામની માહિતી હોય મે ભરેલી હતી. ત્યાર બાદ તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તે tradon કંપનીમાથી બોલે છે અને ટ્રેડિંગની માહીતી માટે બીજો ફોન આવશે. જેઓ આગળ કઈ રીતે ટ્રેડિંગ કરવાનુ તે માટે સલાહ આપશે ત્યાર બાદ ઉપર થી વોટસઅપ ફોન આવ્યો અને તેઓએ પોતાની ઓળખ સમીર તરીકે આપી હતી અને પોતે tradon કંપનીમાં ફાયનાન્સ એડવાઇઝર છે. ત્યારબાદ તેઓએ ફરિયાદીને ટ્રેડિંગ કઈ રીતે કરવાનુ તથા ઈનવેસ્ટ કરી રીતે કરવાનુ તે વિશે માર્ગદર્શન આપી tradon નામની સાઈટની લિંક મોકલી હતી.
તેમા તેઓએ રજીસ્ટ્રેશન માટે tradon સાઇટ પર આપેલ ફોન પેઓપશન પસંદ કરી ફરિયાદીએ તેમના બેન્ક ખાતામાંથી અલગ – અલગ બહાના હેઠળ રૂપિયા રૂ.1.20 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેમાં તેમના બેન્ક એકાઉન્ટમાં રૂ.20 હજાર પરત આપ્યા હતા. જેથી મહિલા પાસે એક લાખ પરત નહિ આપી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. જેથી વડોદરા સાયબર ક્રાઈમ દ્વારા ટેકનીકલ અને હ્યુમન રિસોર્સની મદદથી ભેજા બાજોની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન ઠગનું લોકેશન અમદાવાદ શહેર ખાતે મળ્યું હતું જેથી સાયબર ક્રાઈમ પોલીસ ની ટીમ અમદાવાદ ખાતે પહોંચી ગઈ હતી અને ઠગ વિજય મુન્ના સોનખર ને ઝડપી પાડ્યો હતો.
વડોદરા લાવ્યા બાદ બીજા બાજ ને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે આરોપીએ પોતાના ૩થી વધુ બેન્ક ખાતાઓ અને સિમકાર્ડ એક્ટિવ કરીને સહઆરોપીને આર્થિક લાભ મેળવીને આપી દિધેલ. જે પૈકી આરોપીના એક બેન્ક ખાતામાં માત્ર એક અઠવાડિયામાં ફોડના 4.50 કરોડથી વધુ રૂપિયા જમા થયા છે.