લોક અધિકાર
ગુરુવાર 25, જુલાઈ
ચિલોડા પોલીસ મથકના પીઆઈશ્રી એન્ડરસન અસારી સાહેબ અને એસપી કચેરીમાં સાયબર ક્રાઇમના હેડ ક્વાટરના પીઆઇશ્રી રાકેશ ડામોર સાહેબે મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે યોજાયેલ” ધ ફોગ રન “નામની વર્ષા મેરેથોન દોડમાં ભાગ લીધો
ગાંધીનગરના કેટલાક પોલીસ અધિકારીઓ ફરજની સાથે સાથે વિવિધ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા જોવા મળે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે યોજાયેલ ” ધ ફોગ રન “ નામની વર્ષા મેરેથોન જે ખાસ કરીને વરસાદની ઋતુમાં જ યોજાય છે. તેમાં ગાંધીનગરના બે પોલીસ અધિકારી સામેલ થયા હતા જેમાં ચિલોડા પોલીસ મથકના પીઆઈશ્રી એન્ડરસન અસારી સાહેબ અને એસપી કચેરીમાં સાયબર ક્રાઇમના હેડ ક્વાટરના પીઆઇશ્રી રાકેશ ડામોર સાહેબનો સમાવેશ થાય છે. કુલ 21 કિલોમીટરની આ મેરેથોન દોડ 199 મિનિટમાં પૂરી કરવાની હોય છે. જે બંને અધિકારીઓએ નિયત સમયમાં પૂર્ણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને અધિકારીઓ આ મેરેથોન રન માટે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી આખરી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. બંને પોલીસ અધિકારીઓને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાસમ શેટ્ટી સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.
કુલ 21 કિલોમીટરની આ મેરેથોન દોડ 199 મિનિટમાં પૂરી કરી બંને પીઆઇએ