ગાંધીનગર,તા.23
ગાંધીનગર પંથકમાં રાયસણ વિસ્તારમાં આવેલા પીડીપીયુ સોપાન-૧ સ્કીમમાં નિશાન બનાવીને કેબલ વાયરની ચોરીને અંજામ આપનાર આરોપીને ઇન્ફોસિટી પોલીસે બાતમી આધારે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીએ કેબલ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસની ટીમ રાયસણ પંથકમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે વખતે પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વિક્રમસિંહ તથા લોકરક્ષક વનરાજસિંહ પ્રવિણસિંહ નાઓને મળેલી બાતમી આધારે રાયસણ વિસ્તારમાંથી કેબલ વાયરની ચોરી કરનાર ઉદયસિંગ રામસીંગ રાજપૂત રહે કાળીગામ દિગ્વિજય ફેક્ટરી નજીક છારાનગર ન્યુ રાણીપ અમદાવાદને ઝડપી લીધો હતો . તેમની પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ કેબલ કિ.રું 1,90,000 અને ચોરીમાં ઉપયોગ કરેલ એકટીવા નં GJ-01-XF-3989 જેની કિ.રુ. 60,000 મળી કુલ રુ 2,50,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર પંથકમાં કેબલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીમાં ઉદયસિંગ રામસીંગ રાજપૂત રહે કાળીગામ દિગ્વિજય ફેક્ટરી નજીક છારાનગર ન્યુ રાણીપ અમદાવાદનો સમાવેશ થાય છે.
આ કામગીરી દરમ્યાન ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.આર.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.જી.પરમાર સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ બળવંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રવિકુમાર બાબુભાઈ તથા કોન્સ્ટેબલ સુનિલકુમાર રમણભાઈ તથા કોન્સ્ટેબલ નીલરાજસિંહ શંકરસિંહ તથા કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વિક્રમસિંહ તથા લોકરક્ષક વનરાજસિંહ પ્રવિણસિંહ નાઓ જોડાયેલ હતા