ટીવી એક્ટ્રેસ હીના ખાન હાલ પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેને ત્રીજા સ્ટેજનું સ્તન કેન્સર છે, જેની ટ્રીટમેન્ટ શરૂ થઈ ચુકી છે. હીનાને ભારત જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ જલ્દી ઠીક થવા માટે દુઆઓ મળી રહી છે. જોકે પોતાના જ દેશના એક ફેમસ ઈન્ફ્લુએન્સર હીનાની આ બીમારીને એક ડ્રામા કહે છે. તે ફક્ત ખોટું બોલી રહી છે. ઈન્ફ્લુએન્સરનો આ વીડિયો જેવો જ વાયરલ થયો કે લોકોએ તેને આડેહાથ લેવાનું શરૂ કરી દીધું છે. ચાલો જાણીએ કોણ છે આ ઈન્ફ્લુએન્સર અને કેમ આવું કહી રહ્યો છે? ચાલો જાણીએ.