Breaking
Fri. Dec 13th, 2024

વિશ્વામિત્રી નદીના કિનારે ટહેલતા શ્વાનનો મહાકાય મગરે કર્યો શિકાર : વિડિયો વાયરલ

Spread the love

વડોદરાની માધ્યમથી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગર અને કાચબાઓનો વસવાટ છે. પરંતુ હવે આસપાસ વસ્તી થઈ જતા નદીમાં કચરો અને દૂષિત છોડવામાં આવતા પાણી-ગંદકીને કારણે મગરો અને કાચબાઓને નુકસાન તેમજ વિશ્વામિત્રી નદી પ્રદુષિત થઈ છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં ભાગ્યે જ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને પોતાનો શિકાર બનાવી લીધો હતો.

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને ભેટમાં મળેલો વારસો છે. પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મૂકાય ગયા છે. શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈપણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ. વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપરપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કદીક જ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. મહાકાય મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને તરાપ મારી પોતાનો કોળિયો બનાવી દીધો હતો. સ્થાનિક યુવકે વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. મહત્વનું છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટસીટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છે. જેને કારણે નદીમાં વસવાટ કરતા 300થી વધારે મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *