ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે 6.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બેને વોન્ટેડ જાહેર કર્યા
લોક અધિકાર સમાચાર, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના પીપલજ ગામના પાટિયા પાસેથી વિજાપુર પેથાપુર તરફ જવાના રસ્તા ઉપરથી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એક સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડી અટકાવી તેમાંથી પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની નાની મોટી ૯૮૪ નંગ બોટલ જેની કિંમત રૂ, ૧ લાખ ૧૫ હજારના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. અને પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ અને બે કાર મળી કુલ 6.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને વોંટેડ જાહેર કર્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો ગાંધીનગર જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે પીપલજ ગામના પાટિયા પાસેથી વિજાપુર પેથાપુર તરફ જવાના રસ્તા ઉપરથી વિદેશી દારૂ ભરેલ કાર પસાર થનાર છે. જે બાતમીના આધારે તેઓએ વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની એક સ્વીફ્ટ કાર નંબર જીજે-૨૭-ઇબી-૫૭૦૨ આવતા તેને અટકાવી તપાસ કરતાં કારમાંથી પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની નાની મોટી ૯૮૪ નંગ બોટલ જેની કિંમત રૂ, ૧,૧૫ હાજરનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે વિદેશી દારૂ સાથે વિકકીકુમાર શિવાજી ખરાડી (રહે, ચિતારીયા ગામ, ખરાડી ફળીયુ, તા.વિજયનગર, જી .સાબરકાંઠા) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્વીફ્ટ ગાડી કિંમત રૂ, ૨.૫૦ લાખ તથા પાયલોટિંગ કરતી સ્વીફ્ટ ડિઝાયર ગાડી જેનો ગાડી નં-જીજે-૦૯-એયુ-૩૦૭૨ ગાડી કિંમત રૂ, ૨.૫૦ લાખ તેમજ બે મોબાઈલ જેની કિંમત રૂ, ૧૦,૦૦૦ મળી કુલ ૬,૨૫,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસે રતન સુરસીંગ નીનામા રહે. ચીતરીયા ગામ, તા.વિજયનગર જી.સાબરકાંઠા તેમજ મહેશ મો.નં – ૯૭૨૪૫૬૬૬૧૩ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે. નાઓને વોંટેડ જાહેર કરી પોલીસે
ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ શ્રી ડી.બી.વાળા, પોલીસ ઈન્સ્પેક્ટર, શ્રી જે.જે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શ્રી એસ.જે.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અ.હે.કો. કિરપાલસિંહ વનરાજસિંહ, આ.હે.કો. મહાવિરસિંહ કુબેરસિંહ, અ.પો.કો. જયદિપસિંહ વિક્રમસિંહ, આ.પો.કો. રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ