
દિન પ્રતિદિન સાયબર ક્રાઇમ ના બની રહેલ બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા શ્રી જે આર મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક , અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ સૂચના આપેલ. જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પો. ઇન્સ. શ્રી સી.પી.ચૌધરી નાઓના માર્ગદશન હેઠળ તા.૧૯/૦૭/૨૦૨૪ ના રોજ Shakti Aayam Vigyan Gurjari ના સહયોગ થી Natubhai V. Patel College of Pure & Applied Sciencesb( NVPAS) કોલેજ આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PSI એ .આર.બાથમ તથા ASI મુસ્તકીમ મલેક તથા સાયબર પ્રમોટર વિરેન જોષી દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી, તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલીક હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી ફરીયાદ કરવા વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં ડૉ. સવિતા જોષી (કોર્ડીનેટર વુમન સેલ) ડૉ.હિરલ રાવલ (પ્રા.કોર્ડીનેટર શક્તિ આયામ વિજ્ઞાન ગુર્જરી) ડૉ.સોનલ શર્મા ( ડીસ્ટ્રિક્ટ કોર્ડીનેટર શક્તિ આયામ વિજ્ઞાન ગુર્જરી) કોલેજના સ્ટાફ તેમજ ૧૫૦ જેટલા વિધાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ