Breaking
Thu. Jan 23rd, 2025

વડોદરામાં પોલીસ વાનની અડફેટે ફ્રુટની લારી : પોલીસ કર્મચારી અને લારીવાળા વચ્ચે સમાધાન

Spread the love

વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં સાંકડા રોડ પર પોલીસની વાને ફ્રૂટની લારીને ટક્કર મારી હતી. જો કે મામલો વાડી પોલીસ મથકે પહોંચતા સમાધાન થયું હતું.

વડોદરા શહેરના બરાનપુરાથી ચોખડી તરફ જવાના રોડ પરથી એક ફ્રૂટની લારી જઈ રહી હતી. આ દરમ્યાન સાંકડા રોડ પર આવેલી પોલીસની વાને લારીને ટક્કર મારી હતી. પોલીસની વાનની ટક્કર લાગતા લારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ફ્રૂટ વેરણ-છેરણ થઈ ગયું હતું.

પોલીસની વાન જતી રહ્યા બાદ લારિધારક અને સ્થાનિક લોકો વાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સમાધાન થયું હતું. જો કે લારીધારકનું કહેવું છે કે પોલીસે મને બે હજાર રૂપિયા આપ્યા છે અને તારો વાંક છે એમ કહી રવાના કરી દીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બનાવમાં બંને પક્ષે અંદર અંદર સમાધાન કરી લીધું છે. સાંકડા માર્ગ પર પોલીસની વાને ફ્રૂટની લારીને ટક્કર મારવાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *