વડોદરા મકરપુરા જીઆઇડીસીમાં રિક્ષામાં તસ્કરો ટોળકી આવી હતી અને ચૌહાણ એન્જિનિયરિંગ કંપનીમાંથી 75 હજારની ત્રણ રંગોનો ચોરી પલાયન થઇ ગઇ હતી. જેથી કંપની માલિકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં અશ્વમેઘ સોસાયટીમાં રહેતા નવીનચંદ્ર પ્રભુભાઇ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મકરપુરા જીઆઈડીસીમાં હું ચૌહાણ એન્જીનિયરીંગ કંપની ચલાવી ગુજરાન ચલાવું છુ. 12 જુલાઇના રોજ સાંજના કંપની બંધ કરી ઘરે ગયા હતા. રાત્રીના આશરે નવેક વાગ્યાના સમયે સામેની રાજસન એન્જિનિયરીંગમાં રહેતા અલ્પેશભાઈ સુરમાનસિંગનો ફોન આવ્યો હતો કે તમારી ચૌહાણ એંજીનિયરીંગના પાકીંગ ઉભેલી રીક્ષામાં લોખંડનો સામાન દેખાય છે. જેથી હું તાત્કાણીક કંપની ઉપર આવ્યો હતો ત્યારે રિક્ષા જતી રહી હતી. કંપનીમાં જઈ જોતા કમ્પાઉન્ડમાં મુકેતી લોખંડની ત્રણ રિંગો જણાઇ આવી ન હતી. લોખંડની એક રીંગની કિંમત રૂ.25 હજાર ત્રણ મળી રૂ.75 હજારની ત્રણ રિંગોની રિક્ષામાં ચોરી કરી તસ્કરો લઇ ગયા હતા. જેથી મકરપુરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.