પૂર્વ વિસ્તારમાં ફરીથી કારમાં આવેલા નાગા બાવાએ તરખાટ મચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દાણીલીમડામાં સરનામું પૂછ્યા બાદ નાગા બાવાએ આશિર્વાદ આપવાનું નાટક કર્યું હતું. જો કે વૃદ્ધે અધોરી બાવાના રૃા. ૩૦૦૦ દક્ષિણા આપી હતી નાગા બાવાએ હાથ ઉપર હાથ મૂકીને વૃદ્ધે પહેરેલી સોનાની રૃા. ૩૦,૦૦૦ની વીંટી સેરવી લીધી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તુમ્હારા કલ્યાણ હોગા કહીમેં બોલું એસા કરનેકા તેમ કહીને બન્ને હાથ કારના દરવાજા પર મૂકાવીને હાથ ઉપર હાથ મૂકીને આર્શિવાદના બહાને વીંટી કાઢી નાગા બાવા ગાયબ હુવા
દાણીલીમડામાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નાગા બાવા અને કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે વૃદ્ધ ગઇકાલે બપોરે તેમના મિત્ર સાથે સોસાયટી પાસે બાંકડા ઉપર બેઠેલા હતા. આ સમયે કાર ચાલકે બોલાવીને સરનામું પૂછ્યું હતું.
દરમિયાન કારમાં પાછળ બેઠેલા શરીરે ટીલાં ટપકાં કરેલા નાગા અધોરી બાવાએ તુમ્હારા કલ્યાણ હોગા મે બોલું એંસા કરનેકા કહીને આર્શિવાદ આપવાનું નાટક કર્યું હતું, વૃદ્ધના બન્ને હાથ કારના દરવાજા ઉપર મૂકાવ્યા બાદ બાવાએ વૃદ્ધના હાથ ઉપર હાથ મૂક્યા હતા અને આર્શિવાદ આપતા વૃદ્ધે દક્ષિણા રૃપે બાવાને રોકડા ૩,૦૦૦ આપ્યા હતા. કારમાં સવાર બાવો ગયા બાદ વૃદ્ધને ખબર પડી કે તેમની આંગળીએ પહેરેલી સોનાની વીંટી ગાયબ હતી આમ વૃદ્ધના કુલ રૃા. ૩૩,૦૦૦ મતાની લઇ નાગા બાવા પલાયન થઇ ગયા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.