નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષ કશ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ, ગાંધીનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ.
જે સુચના આધારે ડી.બી.વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.-૧ ગાંધીનગર નાઓની ટીમના જે.જે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.૧ ગાંધીનગર નાઓ ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના આ.પો.કોન્સ ગોવિંદસિંહ દિપસિંહ તથા આ.પો.કો. અનોપસિંહ બળવંતસિંહ નાઓને સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે સેકટર-૨૧ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. – ૧૧૨૧૬૦૦૭૨૩૦૫૫૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ – ૩૭૯, ૧૧૪ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વરૂણ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે.ચાંદખેડા અમદાવાદ મુળ રહે.જામળા તા-માણસા જી.ગાંધીનગર વાળાને સેક્ટર – ૨૮ રેલવે ફાટક પાસેથી નંબર પ્લેટ વગરના લાલ કલરના સુઝુકી એક્ષેક્ષ ટુ વ્હીલર સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આ કામના આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે, આજથી આશરે નવેક માસ અગાઉ ગાંધીનગર, સેક્ટર – ૧૬ ખાતે આવેલ ખાણીપીણી બજાર પાસેથી એક હીરો હોન્ડા સી.ડી. ડીલક્ષ બાઇકની ચોરી કરેલ જે બાઇક મારા મિત્ર વિશાલજી ઠાકોર રહે. રાંધેજા ગામ, તા.જી.ગાંધીનગર મુળ રહે. માણસા તા.માણસા જી.ગાંધીનગર વાળાને આપેલ હોય જે બાઇક સાથે પકડાયેલ હોય જેમાં સેક્ટર – ૨૧ પોલીસ સ્ટેશનના ગુનામાં મારૂ નામ ખુલેલ હોય જે ગુનામાં પોલીસ પકડથી બચવા સારૂ નાસતો ફરતો હોવાનું કબુલાત કરેલ.
તેમજ સદરી આરોપી પાસેથી મળી આવેલ નંબર પ્લેટ વગરના સુઝૂકી ટુ વ્હીલર બાબતે પુછપરછ કરતા તેને જણાવેલ કે, આજથી આશરે પાંચેક માસ અગાઉ ચાલતો ચાલતો ચાંદખેડા, હરીઓમનગર ખાતે જતો હતો તે દરમ્યાન એક દુકાન આગળ સુઝૂકી એક્ષેક્ષ ટુ વ્હીલર પાર્ક કરેલ પડેલ હોય જેને મારી પાસે રહેલ ચાવી વડે લોક ખોલતા ખુલી જતા ચોરી કરીને મારા ઘરે લઇને જતો રહેલ હોવાનું કબુલાત કરેલ અને આ કામના આરોપી સેક્ટર – ૨૧ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતો ફરતો હોય જેથી આગળની વધુ તપાસ સારૂ કાયદેસરની કાર્યવાહી કરી સેક્ટર – ૨૧ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
ડીટેક્ટ થયેલ ગુનોઃ-
(૧) ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં – ૧૧૧૯૧૦૦૮૨૪૦૦૮૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમ – ૩૭૯ મુજબ
(૨) સેક્ટર – ૨૧ પોલીસ સ્ટેશન ગુ.ર.નં – ૧૧૨૧૬૦૦૭૨૩૦૫૫૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ – ૩૭૯, ૧૧૪ મુજબ
પકડાયેલ આરોપી નું નામ અને સરનામું
(૧) વિરેન્દ્રસિંહ ઉર્ફે વરૂણ ઉર્ફે ભુરીયો નરેન્દ્રસિંહ ચુડાસમા ઉ.વ.૨૬ રહે.હાલ–સ્વામીનારાયણ મંદીર
બાજુમાં, બબાભાઇની ચાલી, મોટેરા ગામ અમદાવાદ મુળ રહે.જામળા તા–માણસા જી.ગાંધીનગર
આરોપીનો ગુનાહિત ઇતીહાસઃ-
(૧) ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં – ૧૪૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ – ૩૭૯ મુજબ
(૨) ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં – ૨૫૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ – ૩૮૦ મુજબ
(૩) ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં – ૧૩૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ – ૩૭૯, ૧૧૪ મુજબ
(૪) ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં–૧૧૧૯૧૦૦૮૨૧૧૦૧૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ–૩૭૯ મુજબ
(૫) ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં–૧૧૧૯૧૦૦૮૨૧૦૯૬૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમ–૩૭૯ મુજબ
(૬) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં – ૩૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ – ૩૭૯ મુજબ
(૭) કારંજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં – ૧૬૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ – ૩૭૯ મુજબ
(૮) સરદારનગર પો.સ્ટેશન ગુ.ર.નં–૧૧૧૯૧૦૪૦૨૧૨૧૬૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમ–૩૭૯ મુજબ
(૯) બાપુનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં – ૧૧૧૯૧૦૦૭૨૪૦૦૪૮/૨૦૨૪ ઇ.પી.કો. કલમ – ૩૮૫,
૨૯૪ (ખ), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ – ૧૩૫ મુજબ
(૧૦) પેથાપુર પો.સ્ટેશન ગુ.ર.નં–૧૧૨૧૬૦૧૦૨૨૦૨૪૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ–૩૭૯ મુજબ
(૧૧) આ કામના આરોપી બે વખત પાસ હેઠળ અટકાયત થયેલ છે.
ગુનો કરવાની પધ્ધતિ (એમ.ઓ.) :-
આ કામનો આરોપી અલગ અલગ વિસ્તારમાં જુના થયેલ ટુ વ્હીલરોની રેકી કરતો અને જુના ટુ વ્હીલરોના લોક સહેલાઇથી ખુલી જતા હોય જેથી તે પોતાની પાસે રહેલ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી :-
(૧) પો.ઇન્સ.શ્રી ડી.બી.વાળા,
(૨) પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી
(૩) એ.એસ.આઇ. મુકેશસિંહ દલપતસિંહ
(૪) અ.હે.કો. કિરપાલસિંહ વનરાજસિંહ
(૫) અ.પો.કો. પ્રદિપસિંહજી માનસિંહજી
(૬) આ.પો.કો. જીગ્નેશકુમાર કનુભાઇ
(૭) આ.પો.કો. ગોવિંદસિંહ દિપસિંહ
(૮) આ.પો.કો અનોપસિંહ બળવંતસિંહ
(૯) વુ.પો.કો. હેતલબેન પ્રકાશભાઇ