ગુજરાતમાં એક બાજું ઉદ્યોગો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું બહાનું ધરીને ગિફ્ટ સિટીથી માંડીને સ્ટાર હોટલોને દારૂ વેચવા મંજૂરી આપવામાં આવી રહી છે. બીજી તરફ, આરોગ્યના નામે દારૂની પરમિટનો ડ્રો હોઈ એમ પરમીટ આપવામાં આવી રહ્યા છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં માત્ર દારૂબંધી ફક્ત કાગળ પર છે. ખુદ સરકાર જાણે પાછલાં બારણે દારૂબંધી નાબૂદી અભિયાન હાથ ધર્યું હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભામાં રજૂ થયેલાં આંકડાએ જ દારૂબંધીની પોલ ખોલી દીધી છે. કારણ કે, બે વર્ષમાં આરોગ્યના બહાને 24 હજારથી વધુ દારૂના પરમીટ આપ્યા છે.
ગૃહ વિભાગનો દાવો છે કે, ગુજરાતમાં દારૂબંધીનું કડક અમલીકરણ થઇ રહ્યું છે.પણ જે રીતે ગુજરાતમાં દારૂની પરમિટની સંખ્યા વધી રહી છે તે જોતા લાગે છે કે, આરોગ્યના નામે દારૂ પીનારાઓની સંખ્યા વધી રહી છે. વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં દારૂની પરમિટ મેળવવામાં અમદાવાદ અવ્વલ રહ્યું છે. જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આરોગ્યનું બહાનું કરીને દારૂની પરમિટ લેવા માટે અરજીઓની સંખ્યા દિન-પ્રતિદિન ખુબ જ વધી રહી છે. તે જોતાં ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામ પૂરતી જ રહી છે. તેનું કારણ છે કે, ખુદ સરકારની દારૂ પ્રત્યેની નીતિ જ કંઈક અલગ છે. આ સરકાર પ્રત્યે ગુજરાતીમાં એક કહેવત છે કે “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”.
ગિફ્ટ સિટીમાં પરમીટ નામે મોંઘીદાટ દારૂની બોટલોનું ધૂમ વેચાણ…..