નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસું પ્રવેશી ગયું છે. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને પૂર્વી ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહ કરી છે. ઉત્તર-પશ્ચિમ અને માધ્મ ભારતમાં, આગામી પાંચ દિવસ વીજળીના તડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.