લોક અધિકાર ગાંધીનગર,
DG ના આદેશ બાદ પેથાપુર પોલીસ મથક પીઆઈ એમ એન દેસાઈ એક્શન મોડમાં,
રાજય પોલીસ વડાએ ૧૦૦ કલાકમાં અસમાજિક તત્વોની યાદી બનાવવાના આદેશ આપ્યા બાદ ગાંધીનગર પોલીસ પણ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઇ છે. જેમાં પેથાપુર પોલીસ દ્વારા માથાભારે ઈસમોની યાદી તૈયાર કરવામાં આવી છે. દારૂ, જુગાર તેમજ શરીર સંબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીગ, ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર, સરકારી જમીન પર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ, ગેરકાયદેસર બાંધકામ તેમજ અન્ય વારંવાર ગુન્હા કરતા ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ. તેમજ ગેરકાયદે વીજ કનેકશન દૂર કર્યા હતા. અસામાજિક તત્વો બેફામ ના બને અને બિનજરૂરી મોડીરાત સુધી બેસી રહેતા લોકોના કારણે અન્ય કોઈ યુવા અનુકરણ ના કરે કે બરબાદ ના થાય તે માટે સ્વયં ગાંધીનગર જીલ્લા પોલીસ અધીક્ષકનાઓની સુચના મુજબ LCB, SOG, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ તેમજ સ્થાનિકપોલીસની સંયુકત ટીમો દ્વારા ઘ-0 સર્કલથી ફુટ પ્રેટ્રોલિંગની શરૂઆત કરી,TCS રોડ, રીલાયન્સ ચોકડીની આજુબાજુમા આવેલ ચારે તરફના સમગ્ર વિસ્તારોથી લઇને કુડાસણના સરદાર ચોક સુધી પગપાળા ચાલીને પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. અને પેટ્રોલીંગ દરમિયાન શક પડતી દરેક ગાડીઓ તથા વ્યક્તિઓને ચેક કરવા સાથે જરુરી પૂછપરછ કરવામાં આવેલ હતી. અને અસામાજિક તત્વો તેમજ રોડ ઉપર અડચણરૂપ પાર્ક કરી ગયેલા વાહન ચાલકો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવતા સામાન્ય તેમજ સ્થાનિક લોકોએ પોલીસની આ કાર્યવાહી બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ કામગીરીમાં પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન. દેસાઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. ડીજીની સૂચનાથી ગાંધીનગર પોલીસ પણ એક્શન મોડમાં આવતા અસામાજિક તત્વોમા ફફડાટ ફેલાયો હતો….
જેમાં પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો અંગે ચેકીંગ કરતા ગેરકાયદેસર પીજીવીસીએલનું કનેક્શન હોવાથી પીજીવીસીએલને સાથે રાખી કનેક્શન કટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.