
લોક અધિકાર, ગાંધીનગર
DG ના આદેશ અનુસાર ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં,
રાજય પોલીસ વડાએ ૧૦૦ કલાકમાં અસમાજિક તત્વોની યાદી બનાવવાના આદેશ આપ્યા બાદ ગાંધીનગર પોલીસ પણ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઇ છે. જેમાં સેક-૨૧ પોલીસ દ્વારા માથાભારે ઈસમોની યાદી તૈયાર કરવામાં આવી છે. દારૂ, જુગાર તેમજ શરીર સંબંધી, મિલકત સબંધી, ગેરકાયદેસર માઇનીગ, ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર, સરકારી જમીન પર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ, ગેરકાયદેસર બાંધકામ તેમજ અન્ય વારંવાર ગુન્હા કરતા ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ. સેક-૨૧ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ બુટલેગર અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ગેરકાયદે વીજ કનેકશન દૂર કર્યા હતા. આ સાથે સેક-૨૧ પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન અનૈ ટોરેન્ટ પાવરને સાથે રાખીને કામગીરી કરી હતી. આ કામગીરીમાં પીઆઇ પી.આર. ચૌધરી તથા સેકેન્ડ પીઆઇ ભુરા સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો.
સેક- ૨૧ પીઆઈ દ્વારા લીસ્ટેડ બુટલેગર પર બે પ્રોહીબિશનના કેશ કરવાંમાં આવ્યા હતા.
ડીજીની સૂચનાથી ગાંધીનગર પોલીસ સ્ટેશન મોડમાં આવતા અસામાજિક તત્વોમા ફફડાટ ફેલાયો હતો….