
બ્રેકિંગ…….
ધંધુકાનો રહેવાસી,ગડઢા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
બોટાદના ગડઢાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાશી અને ગઢડા પોલીસમાં ફરજ બજાવતા 28 વર્ષના પ્રહલાદ બાવળીયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ વિભાગમાં શોખનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે ધૂળેટીએ રાજ્યભરમાં ઉજવણીનો માહોલ હતો ત્યારે જ પોલીસ જવાન દ્વારા આત્મહત્યા કરી લેવાની સમાચાર સામે આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પ્રહલાદના ઘરે પોલીસ અધિકરી સાથેનો કાફલો દોડી આવ્યો હતો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયારે હોસ્પિટલ પોહ્ચેએ પહેલા જ મૃત જાહેર કર્યા હતા.જો કે હજુ સુધી ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ જેવું મળ્યું નથી એટલા માટે કયા કારણોસર આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે.
આ મામલે ગઢડા પોલીસના ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે પ્રહલાદ છસીયાણા, ધંધૂકાના રહેવાશી હતા. તે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રહલાદે પોતાના ઘરે જ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી છે.હાલમાં તેમનો મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.