
———
બોક્સ:- તેલાવ માતાના મંદિરે અગિયારસના દિવસે વર્ષોથી યોજાય છે પરંપરાગત આદિવાસી મેળો
————
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં ઓરસંગ નદીના કિનારે આવેલા બારાવાડ ગામમાં ટેકરી નજીક આવેલ તેલાવ માતાના મંદિરે અગિયારસના દિવસે વર્ષોથી પરંપરાગત આદિવાસી મેળો યોજવામાં આવે છે.
ફાગણ સુદ અગિયારસનો દિવસ એટલે ઐતિહાસિક વારસો, પૌરાણિક સ્થાપત્ય, ઓરસંગ માતાનો ઐતિહાસિક પટ, ભરપૂર કુદરતી સંપતિ ભરપૂર પ્રાકૃતિક સૌન્દર્યનો નયનરમ્ય મનમોહક નજારો ધરાવતી ઐતિહાસિક આદિવાસી સંસ્કૃતિનો સુમેળ સાથે હોળીના તહેવાર પૂર્વે તેલાવ માતાના ખોળામાં, પ્રકૃતિની ગોદમાં આદિવાસીઓના નવા ઉમંગ, ઉત્સાહ સાથે ભરાતો “તેલાવ માતાનો મેળો’ છે.
આ મેળામાં પાવીજેતપુર, છોટાઉદેપુર તેમજ કવાંટ તાલુકાના ગામડાઓમાંથી આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા જોવા મળે છે. આ ડુંગરની તળેટીમાં પૌરાણિક કલા-સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મહાદેવનું મંદિર આવેલું છે.
પાંડવકાલીન આ મંદિરની તળેટીમાં અહીં ફાગણ સુદ અગિયારસે તેલાવ માતાનો મેળો ભરાય છે. લોકમાન્યતા મુજબ મહાદેવના મંદિર સામે આવેલ ખાડાની માટી લગાવવાથી ચામડીના રોગ દૂર થાય છે. આ કારણે અહીં દૂર દૂર થી ચામડીના રોગના દર્દીઓ આવે છે અને શરીર ઉપર માટી લગાવી સ્નાન કરે છે. તેલાવ માતાની તળેટીમાંથી નીકળતું પાણી ખૂબ જ પવિત્ર મનાય છે. જેને લઈને લોકો આ પાણીને પોતાની બોટલમાં ભરી મોઢું ધોઈ, કપડાં પલાળી ધન્યતા પ્રાપ્ત કરતા નજરે પડ્યા હતા.
મંદિરના સેવક મનુભાઈ તડવી તેલાવ માતાના મેળા વિષે વાતો કરતા જણાવે છે, અમે અહિયાં ઘણા વર્ષોથી સેવા પુંજા કરીએ છીએ. આ મંદિરની માટી અને પાણી લગાવાથી કોઈ પણ પ્રકારના ચામડીના રોગો માટે, નિઃસંતાન જેવી સમસ્યા ફાગણ સુદ અગિયારસના દિવસને મેળામાં છોટાઉદેપુર અને આસપાસના ગામડાના લોકો આવતા હોય છે. આ મંદિરમાં બાપદાદાના સમયથી સેવા કરીએ છીએ અને આ મંદિર ખુબ પ્રાચીન છે એમ તેમણે ઉમેર્યું હતું.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર