કલોલ શહેરમાં એક વ્યક્તિ ગાંજાનું વેચાણ કરવા આવે છે. જે બાતમીના આધારે કલોલ શહેર પોલીસે રેડ કરી રિક્ષામાંથી કુલ o.૫૪૪ કિં.ગ્રામથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસ એક શખ્સની અટકાયત કરી છે. જેની પાસેથી કુલ રું.૧,૦૬,૪૪૦ મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબટેન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.1f7615f6-62bf-4d97-9606-b02de9df04cc
કલોલ શહેર તાલુકા પોલીસે કલોલમાંથી ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડયો છે . જેમાં કલોલ શહેર પોલીસ સ્ટેશનના માણસો કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના એએસઆઇ રમેશભાઈ વેલજીભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે કલોલ પાલિકા બજાર ખાતેથી એક શખ્સ નામે આફતાબ ઇશાકભાઇ શેખ ઉંમર વર્ષ 21 રહેવાસી મકદુમ પાર્ક સોસાયટી, જાસલપુર રોડ, કડી જી મહેસાણા વાળા ને સીએનજી રીક્ષા નંબર GJ 02 AU 2352 ની ડ્રાઈવર સીટની ડેક્કીમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટ નો માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે. કલોલ પોલીસે બાતમી હકીકતના આધારે રેડ કરતા આરોપી પાસેથી ૦.૫૪૪ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. કલોલ પોલીસ ને આફતાબ ઇશાકભાઇ શેખ હાજર મળી આવેલ. જેની પાસેથી માદક પ્રદાર્થ (ગાંજો) ૦.૫૪૪ કી.ગ્રામ કિ.રુ ૫૪૪૦ તેમજ રિક્ષાની કિં.રુ ૧,૦૦,૦૦૦/- તથા રોકડા રુ ૧૦૦૦/ મળી કુલ કિં રુ ૧,૦૬,૪૪૦ ના મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કલોલ શહેર પોલીસ મથકે નાર્કોટિક્સ દ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટેન્સીસ એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.