ગુજરાતમાં દારૂના ધંધાથી બુટલેગરો માટે નવા કાયદાની કલમ 111 મુજબ કાયદાનો ગાળિયો કસાયો
હવે બુટલેગરોને પણ ગેંગસ્ટરોની જેમ નવા કાયદા BNS ની કલમ હેઠળ આજીવન જેલમાં ધકેલી શકાશે!
ગુજરાતમાં પહેલીવાર આ ગુનો નોંધાયો છે : DIG નિર્લિપ્ત રાય
અગાઉ ઈન્ડિયન પિનલ કોડમાં આવી કોઈ જોગવાઈ નહોતી
BNS ( ભારતીય ન્યાય સંહીતા ) માં નવી કલમ હેઠળ કાર્યવાહી થતા હવે બૂટલેગરોને પણ ગેંગસ્ટરની જેમ આજીવન જેલમાં ધકેલી શકાશે
કાયદા પ્રમાણે પ્રતિબંધીત વસ્તુની હેરાફેરીમાં દસ વર્ષની અંદર એક કરતા વધારે ચાર્જશીટ થઈ હોય છતાં આરોપી તે જ કૃત્ય ફરી કરે તો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ હેઠળ કાર્યવાહીનો નવો કાયદો પરવાનગી આપે છે