
અમદાવાદ,મંગલવાર
ઠક્કરનગરમાં દેશી દારુ માટે યુવકે કંટ્રોલમાં જાણ કરતા પડોશમાં રહેતી મહિલાએ મહિલા સાથે તકરાર કરીને ધમકી આપી હતી કે તારા દિકરાની દિકરી ઉપર એસિડ છાંટીને બળાત્કાર કરાવીને જાનથી મારી નાંખાશું. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે બે મહિલા સહિત પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધાયો છે.
ઠક્કરનગરમાં ફરિયાદી મહિલાના દિકરા ઉપર અગાઉ ખોટો છેડતીનો કેસ કરેલો અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કૃષ્ણનગર પોલીસે બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે
ઠક્કરનગરમાં રહેતી ૫૬ વર્ષની મહિલાએ પડોશમાં રહેતી મહિલા સહિત પરિવારના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે અગાઉ આરોપીએ ફરિયાદી મહિલાના પુત્ર ઉપર છેડતીનો ખોટો કેસ કર્યો હતો. બીજીતરફ ગઇકાલે ફરિયાદી મહિલા ઘરે હાજર હતા. ત્યારે આરોપી મહિલા તેમના ઘર પાસે આવીને કહેવા લાગ્યા કે તમારા પુત્રને સમજાવી દેજો કે અગાઉની દેશી દારુનો માટે કંટ્રોલ મેસેજ કરે છે.
જેથી મહિલા ઘરની બહાર આવ્યા ત્યારે પડોશી મહિલાએ તેમની સાથે બોલાચાલી તકરાર કરીને ગાળો બોલીને ધમકી આપી હતી કે, તારા દિકરાની દિકરી ઉપર એસિડ નાંખીશ અને રેપ કરાવીને જાનથી મારી નાંખીશ તેમ કહ્યા બાદ પરિવારના અન્ય લોકો પણ તકરાર કરવા લાગ્યા હતા જો કે મહિલાના દિકરાએ કન્ટ્રોેલમાં ફોેન કરતાં પોલીસ આવતાં તમામ લોકો નાસી ગયા હતા. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.