
અમદાવાદના બે આરોપી ત્રણ માસથી પશુ-તસ્કરીના ગુનામાં નાસ્તા ફરતા હતા
સેક-૨૮ ચરેડી છાપરા વિસ્તારમાંથી ગો માંસના ગુનાના ત્રણ માસથી નાસ્તા ફરતા અમદાવાદના બે આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા હતા.અધિક પોલીસ મહા નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ની રાહદારી હેઠળ, પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટી તથા વિભાગીય પોલીસ અધિક્ષક ડી ટી ગોહીલ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોઈ, જે સૂચના આધારે પો.ઇન્સ પી આર ચૌધરી તથા ડી બી ભુરા નાઓએ પરિણામલક્ષી કામગીરી કરવા સર્વેલન્સ સ્કોડ ટીમને સૂચના કરેલ હોઈ
સર્વલન્સ સ્કોડના પો સબ ઇન્સ એમ જી કરડાણી તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હે.કો દિલીપસિંહ પુજાજીને બાતમી હકીકત મળેલ કે સેક્ટર 21 પોલીસ સ્ટેશનના પશુ તસ્કરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓ સેક્ટર-28ના ચરેડી છાપરા વિસ્તારમાં ફરે છે. જેમાં બંને ઈસમોએ કાળા કલરની ટી-શર્ટ પહેરેલ હોય જે હકીકત આઘારે તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ જઈ જોતા ઉપરોક્ત વર્ણન વાળા બંને ઈસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી પોલીસ તરીકેની ઓળખાણ આપી પ્રથમ વ્યક્તિનું નામ ઠામ પૂછતા આશિફ ઉર્ફે લિમ્બો ઐયુબખાન ભીષ્તી ઉં વ 25 રહે,એ/10 ગુલાબપુરા, અલમદીના મસ્જિદ પાસે જુહાપુરા અમદાવાદ તથા બીજા ઈસમનું નામ ઠામ પૂછતા શાહરૂખખાન ઉર્ફે મહમદખાન પઠાણ ઉં વ 31, રહે, પ્લોટ નં પી/9 મોઈન પાર્ક સોસાયટી કેનાલ પાસે વટવા અમદાવાદનું હોવાનું જણાવતા સદરી ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.