વડોદરા : પોલીસ અને પ્રજા વચ્ચે એક મિત્રનો સંબંધ બંધાય માટે અનેક પ્રયાસો થયા છે અને ચાલી પણ રહ્યાં છે. પોલીસ પ્રત્યે પ્રજામાં ફેલાયેલી ખોટી માન્સિકતા દૂર કરવા અનેકો જાહેર કાર્યક્રમમાં પણ યોજવામાં આવ્યાં છે. પોલીસ પ્રજાની મિત્ર છે, તેવી એક કહેવત છે. ત્યારે હજી પણ કેટલાક લોકો એવું જ વિચારે છે કે, પોલીસ સ્ટેશનના પગથીયા ચઢીને ક્યાં ટેન્શન લેવું, ખોટી મુસીબતોને સામેથી નોતરૂ આપવું. પરંતુ વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતા લોકોની માન્સિકતા હવે બદલાઇ છે અને તેઓ ખરેખર માને છે કે, પોલીસ પ્રજાની મિત્ર છે.
પોલીસ પ્રજાની મિત્ર છે સાચી વાત છે પરંતુ અહીંયા તો આ વિધાનથી ઊલટું છે ખરેખર અહીંયા તો હવે પ્રજા પોલીસની મિત્ર બની છે. પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરીકો સાથે અમુક વખત થતાં દૂર વ્યવહારોના કારણે પોલીસની છબી ક્યાંક ને ક્યાંક ખરડાઇ છે.
ગતરોજ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 75 વર્ષના સિનિયર સિટીઝન મહિલા દીપિકા અશોકભાઈ અગવને રહે, શીતળા માતા મંદિરની સામેની ગલીમાં કહાર મહોલ્લો નવાપુરા વડોદરા શહેર નાઓન પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા ઘરેથી જતા રહેલ જે સિનિયર સિટીઝન મહિલાને નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એલ.આહીર સાહેબ નાઓની સુચના આધારે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.સોલંકી તથા સ્ટાફની એક ટીમ બનાવી સદરી સિનિયર સિટીઝન મહિલાને ગણતરીના દિવસોમાં શોધી લાવી તેઓની દીકરી મનિષાબેન મનોજભાઈ પઠાડે નાઓને સોંપી પ્રસશંનીય અને ઉમદા કામગીરી કરેલ છે
નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એલ.આહિર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે.સોલંકી સાહેબ તથા સ્ટાફની ઉમદા કામગીરી
નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એલ.આહિર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે.સોલંકી સાહેબ તથા સ્ટાફની માનવતા મહેકી…..