દહેગામમાં પકડાયેલા રીક્ષા ચોરની ગજબની મોડસ ઓપરેન્ડી… રીક્ષા ચોરી કરીને મુસાફરો ફેરવીને રોકડી કરી લેતો, બાદમાં રીક્ષા વેચી દેતો હતો.
રાજ્યના જુદા જુદા શહેરોમાંથી ઓટોરિક્ષાની ચોરી કરતા રીઢા આરોપીની દહેગામ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કોર્ડની ટીમે નહેરુ ચોકડી, કડાદરા રોડ પરથી જયેશકુમાર ઉર્ફે જયલો બાદશાહની ધરપકડ કરી છે, સાથે જ ઓટો રીક્ષા ચોરીના છ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં દહેગામ પોલીસને સફળતા મેળવી છે. મહત્વની વાત એ છે કે આરોપી જે શહેરમાંથી ઓટો રીક્ષાની ચોરી કરતો હતો તે ઓટો રીક્ષામાં પેસેન્જરોને બેસાડી રોકડી કરી લેતો હતો. ત્યારબાદ આ ઓટો રીક્ષા અન્ય શહેરમાં જઈ વેચીને ફરાર થઈ જતો હતો. જ્યાં વધુ ગુના ઉકેલાવાની શક્યતાના પગલે દહેગામ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.