પોલીસ અધિક્ષકશ્રી,અમદાવાદએ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી,અમદાવાદ ગ્રામ્ય વિભાગ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિલમ ગૌસ્વામી સાહેબ સાણંદ વિભાગ સાણંદ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સારું અસલાલી પીઆઇશ્રી એન એચ સવસેટા સાહેબને સૂચના આપેલ હોઈ જે અનુસંધાને છેલ્લા પાંચ વર્ષથી ૩૨ લાખનો મુદામાલ અને ટ્રક ચોરનાર આરોપી ડુંગરપુરથી ઝડપાયો
પાંચ વર્ષ પહેલા અસલાલી આલ્ફા હોટલ પાસેના પાર્કિંગમાં સિન્ટેક્સ કંપનીના કલોલ ખાતેથી ₹26 લાખના પ્લાસ્ટિકના સામાન તેમજ 6 લાખની ટ્રકની અચાનક શખ્સો ચોરી કરી ભાગી ગયેલ હોય આ અંગે અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ થયેલ હોય આ અંગે તાજેતરમાં પીઆઇ એન એચ સવસેટાની ટીમના એએસઆઈ મહેન્દ્રસિંહ,કોન્સ્ટેબલ કુલદીપસિંહ તથા કોન્સ્ટેબલ અજયસિંહને મળેલ ચોક્કસ બાતમી મુજબ આરોપી હિફજુર રહેમાન મુસા ઘાંચીને ગિલીયાકોટ તા.ગિકિયાકોટ જી.ડુંગરપુર રાજસ્થાનથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.