રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે. પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષકને સહાય પૂરી પાડવા માટે અમલીકરણ સંકલન સંશોધન અને વિશ્લેષણની સ્ટેટ મોનીટરીંગ સેલની પ્રાથમિક જવાબદારી છે. જેમાં પ્રોહિબિશન, જુગાર સહિતના ગુનાઓના નિવારણ માટે સ્ટેટ મોનીટરીંગ સેલ રાજ્યવ્યાપી દરોડા પાડી શકે છે.
જ્યારે રાજ્યના ગૃહ વિભાગે ગાંધીનગર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનું એક અલગ પોલીસ સ્ટેશનનું ડીજીપી વિકાસ સહાય લોકાર્પણ કર્યું છે.રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલના અલગ પોલીસ સ્ટેશનનું ડીજીપી વિકાસ સહાયે લોકાર્પણ કર્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત જાળવવા માટે અને સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યક્ષમતાની સાથે તેની અસરકારકતાની ક્ષમતા વધારવા માટે આ પ્રકારનું નિર્ણય કરવામાં આવે છે. ભારતીય ન્યાય સહિતા 2023 તથા ભારતીય નાગરિક સુરક્ષા સહિંતાની જોગવાઈઓ હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ખાસ નિર્ણય લેવાયો છે.ઉલ્લેખનીય છે કે ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું એક નવું પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે.ડીજીપી વિકાસ સહાય દ્વારા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે.ડીજીપી વિકાસ સહાય દ્વારા પોલીસ સ્ટેશન લોકાર્પણ બાદ ગુજસીકોટનો પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂના વેચાણ માટે ખોટી નંબર પ્લેટ, ખોટા એન્જિન નંબર અને બનાવતી ડોક્યુમેન્ટ બનાવતા 10 લોકો સામે ફરિયાદ પણ નોંધાઇ છે.