લોક અધિકાર, ગાંધીનગર
આટલી મોંઘવારીમાં પણ માનવતા છે. એ જોઈ આનંદની વાત છે. હું આજના આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકું.હાલમાં, પેથાપુર પોલીસ દ્વારા એક શ્રમજીવી મહિલાના દીકરીના લગ્ન કરવા માટે રૂપિયા ૧ લાખની રોકડ રકમ આપી માનવતાનું જીવતું ઉદાહરણ બની છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા રેખાબેન ગોવિંદભાઈની દીકરી નામે ક્રિષ્નાના લગ્ન હોઈ અને પેથાપુર પોલીસને જાણ થતા શ્રમિક મહિલાની દીકરીના લગ્નના ખર્ચ માટે પેથાપુર પોલીસ સ્ટેશના પીઆઈ શ્રી એમ એન દેસાઈ સાહેબ અને કર્મચારીએ નાણાકીય મદદ કરી હતી. જેમાં પેથાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીએ પોતાની અથાશક્તિ પ્રમાણે આ સફાઈ કામદાર મહિલાને મદદ કરી હતી.અને તેમાં પણ હેડ.કોન્સ હમીરસિંહ સજજનસિંહ અને હેડ.કોન્સ માનસિંગભાઈ પુંજાભાઈનો મહત્વનો ફાળો રહ્યો હતો.અને દીકરીના લગ્ન ધામધૂમથી કરો કોઈપણ મદદની જરૂર હોઈ તો પીઆઈ શ્રી એમ એન દેસાઈ સાહેબ પૂરી કરવાની ખાત્રી આપી હતી.પોલીસની આવી સરસ અને માનવતા ભરી સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.
સફાઈ કામદાર મહિલા માટે બની પોલીસ દેવદૂત,મોઘવારીમાં પણ પેથાપુર પોલીસ સ્ટાફની માનવતા મહેકી,