ગાંધીનગર
ગાંધીનગર,ગાંધીનગર પોલીસની શી ટીમ દ્વારા ઘરેથી ભૂલા પડેલા માજીને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરી તેઓના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર પોલીસની શી ટીમનો સ્ટાફ આજે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન મોપેડ સવાર એક મહિલાએ જાણ કરી હતી કે,જમિયતપુરા પાટિયા પાસે એક માજી ભૂલા પડી ગયા છે.તેઓને નામ – સરનામું ખબર નથી.જેથી,શી ટીમનો સ્ટાફ જમિયતપુરા પાટિયા પાસે ગયો ત્યારે એક માજી રોડની સાઇડ પર ઉભા હતા.તેઓને સખી સ્ટોપ કેન્દ્ર સિવિલ ખાતે સોંપવામાં આવેલ.ત્યાર બાદ સેક-૭ પોલીસ સ્ટેશનની પીસીઆરમાં રહેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલે શાંતિથી પૂછતા તેઓએ પોતાનું નામ શુભદ્રબેન પ્રજાપતિ જણાવ્યું હતું.તેઓ સેક-૨ ખાતે રહે છે એમ જણાવેલ,સેક-૨ ખાતે ખુબ જ તપાસ કરતા તેમનું કોઈ ઓળખાણ વાળું કોઈ મળી આવેલ ન હતું. પણ હાર માન્ય વગર પીસીઆર કર્મચારીઓ દ્વારા સોશ્યિલ મીડિયા માધ્યમની મદદથી આ મહિલાના સગાવાલા ગોતવામાં આવેલ અને તેઓને તેમના દીકરા નીરજ પ્રજાપતિ રહે, અંતરીક સોસાયટી, ગોદરેજ ગાર્ડન સીટી અમદાવાદ.દીકરાને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવી માજીને તેઓને સોંપી દીધા હતા.
આમ સેક-૭ પોલીસ સ્ટેશનના પીસીઆર કર્મચારીઓએ વિખુટા પડી ગયેલા માજીને પરિવાર સાર્થે મિલાન કરાવી ઉમદા કામગીરી કરેલ છે.