ગાંધીનગરમાં વધતો જતો દારૂના વેપલા વચ્ચે સેક-૨૧ પોલીસે બાતમીને આધારે રેડ કરી, નામચીન મહિલા બુટલેગરના ઘરે દરોડો પાડી વિદેશી દારૂની ૯૬ બોટલ કબ્જે કરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ દિવસેને દિવસે ખુબ વધી રહ્યું છે.ત્યારે ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ફતેપુરામાં નામચીન બુટલેગરના અડ્ડા પર રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પડ્યા બાદ જિલ્લાની પોલીસ એક્સન મોડમાં આવી ગઈ છે. ત્યારે ગઈકાલે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા બાતમીના આધારે આદીવાડામાં રહતી અને દારૂનો મસમોટું ખુલ્લેઆમ વેચાણ કરતી,પોલીસને ખિસ્સામાં લઈને ફરતી મહિલા બુટલેગરના ઘરે દરોડો પાડી સેક-૨૧ પોલીસે ઘરની સામે ઓરડીમાંથી દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. અને મહિલા બુટલેગરને મોકો મળતાની સાથે ફરાર થઇ ગઈ હતી.મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ સેક-૨૧ પોલીસે શરૂ કરી હતી.
રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં દારૂનું વેચાણ બંધ થવાનું નામ નથી. નાના મોટા બુટલેગરો દ્વારા બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને તેનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સેક્ટર ૨૧ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે,આદિવાડામાં રહેતી રીઢી બુટલેગર સવિતા મુકેશભાઈ દેવીપુજક પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહી છે.જેનાં પગલે આદીવાડાનાં દંતાણી વાસમાં રેડ કરવામાં આવી હતી.આ દરમિયાન સવિતા મુકેશભાઈ દેવીપુજક ઘરે મળી આવી ન હતી અને ફરાર થઇ ગઈ હતી.તેના ઘરની પોલીસે તાપસ કરતા ઘરની સામે આવેલી ઓરડીમાંથી વિદેશી દારૂની ૯૬ જેટલી બોટલ મળી આવી હતી જેના પગલે મહિલા બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા આવા દેશી વિદેશી દારૂના બુટલેગર ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ જિલ્લામાં દારૂ બંધી અટકવાનું નામ જ લેતી નથી.
જિલ્લામાં હવે બુટલેગરો પર કડક કાર્યવાહી શરૂ થઇ ગઈ છે ત્યારે હજુ ધોળાકુવા,કોલવડા,સેક-૨૫ના દેશી વિદેશી દારૂના બુટલેગરના ત્યાં પોલીસ ક્યારે દરોડો પડે છે તે જોવાનું રહ્યું.