અલગ અલગ બ્રાન્ડની 288 દારૂની બોટલો સહિત રૂ.1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે એકની ધરપકડ, 2 ફરાર
સ્ટેટ મોનિટરિંગ સેલ(smc)ની ટીમ દ્વારા ગાંધીનગરના સેક-15માં દરોડો પાડીને રુ.1.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ
અલગ અલગ બ્રાન્ડની 288 દારૂની બોટલો સહિત રૂ.1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે એકની ધરપકડ, 2 ફરાર
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ(smc)ની ટીમ દ્વારા બાતમીના આધારે ગત 17 જાન્યુઆરી રોજ ગાંધીનગરના સેક્ટર 15 માં રેડ કરવામા આવી હતી. જ્યાંથી રૂપિયા 1.39 લાખની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 288 દારૂની બોટલો મળી આવી હતી આ સાથે જ પોલીસે વિજયજી ઉર્ફે પીન્ટુ ગુલાબી ઠાકોર નામના આરોપીની ધરપકડ કરીને વિદેશી દારૂ સહિત 1.49 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા.
આ રેડમાં સ્થાનિક સેક -7 પોલીસ ઉગતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલના પો સબ ઇન્સ્પેક્ટર વી કે રાઠોડે સપાટો બોલાવી દીધો.