મુંબઈના મલાડમાં અજીબોગરીબ ઘટના
ઘરમાં સામાન ન મળતા ચોર મહિલાને કિસ કરીને ભાગ્યો
મુંબઈના મલાડમાં એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક ચોરને ઘરમાં કોઈ કીમતી વસ્તુઓ ના મળતા ચોર ઘરમાં રહેલી મહિલાને કિસ કરીને ફરાર થઈ ગયો હતો. પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તે ઘરે એકલી હતી ત્યારે આરોપીએ ઘરમાં ઘૂસીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ તેને કિંમતી સામાન રોકડ રકમ અને મોબાઈલ અને એટીએમ કાર્ડ આપવા કહ્યું હતું જોકે મહિલાએ કહ્યું કે તેના ઘરમાં કોઈ કીમતી સામાન નથી ત્યારબાદ આરોપી મહિલાને કિસ કરીને ભાગી ગયો હતો. આ બનાવ બન્યા બાદ મહિલાએ કુરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ધરપકડ કરી લીધી હતી. આ કેસની તપાસ કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીનું કોઈ ગુનાહિત રેકોર્ડ નથી જે હાલ બેરોજગાર છે, ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચોર ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસે છે પરંતુ આ ચોરે તો હદ પાર કરી દીધી હતી કોઈ કીમતી સામાન હાથ ન લાગતા મહિલાને કિસ કરી હતી.