
બાવળા ટાવર ચોક લુહાર વાસ ખાતેથી ચોક્કસ બાતમી આધારે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો કુલ નંગ-૨૮૫ કિં.રૂ. ૫૪,૧૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી બાવળા પોલીસ
મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા મહે.પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામા પ્રોહિબિશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોની વોચ-તપાસમાં રહી તેઓની ગે.કા પ્રવૃતિ શોધી કાઢવા માટે તથા પ્રોહિબિશનની પ્રવુત્તિ સદંતર નેસ્ત-નાબૂદ કરવા આપેલ સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતી સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.ચૌધરી બાવળા પો.સ્ટે તથા પોલીસ સ્ટાફ આવી પ્રોહિબિશનની બદી શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન તા-૧૨/૦૭/૨૦૨૪ ના કલાક ૨૧/૩૦ વાગ્યાના અરસામાં અમોને બાતમી હકિકત મળેલ કે “મોજે બાવળા ટાવર ચોક પાસે આવેલ લુહાર વાસ ખાતે રહેતો ચિરાગભાઇ કિશનભાઇ ઠાકોર રહે.બાવળા તા.બાવળા નાનો પોતાની કબ્જા ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે અને સદર મકાનને હાલમાં તાળુ મારેલ હોય જે તાળાની ચાવી મકાનની બાજુમાં આવેલ સંડાસની આજુબાજુમાં ક્યાંક મુકેલ છે” તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે પોએસ સ્ટાફ તથા પંચો સાથે હકીકતવાળી જગ્યાએ સફળ રેઈડ કરી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો કુલ નંગ-૨૮૫ કિં.રૂ. ૫૪,૧૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબ્જે લઇ આ કામે રેઇડ દરમ્યાન હાજર નહીં મળી આવેલ આરોપી ચિરાગભાઇ કિશનભાઇ ઠાકોર રહે.બાવળા તા.બાવળા નાને શોધી કાઢવા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
પો.ઈન્સ. એસ.વી.ચૌધરી, અ.હે.કો. હસમુખભાઇ હેમુભાઇ બ.નં.૧૧૨૬, અ.પો.કો. ભરતસિંહ અરજણભાઇ બ.નં.૮૩૭, અ.પો.કો. મેહુલભાઇ કેશુભાઇ બ.નં.૮૧૨, અ.પો.કો. નિકુલભાઇ લાખુભાઇ બ.નં.૧૫૬૫, અ.પો.કો. પરેશભાઇ ઘુઘાભાઇ બ.નં.૧૦૨૨, પો.કો. અશોકસિંહ દિલીપસિંહ બ.નં.૧૦, પો.કો. મેરૂભા ઘનશ્યામસિંહ બ.નં.૦૪૬, તથા પો.કો. જસવંતસિંહ ઉદેસિંહ બ.નં.૨૨૪