Breaking
Sun. Jan 19th, 2025

યુવતીને પ્રેમ જાળમાં ફસાવી,લગ્નની લાલચ આપી,પરણિત એસઆરપી જવાને અપરણિત હોવાનો ઢોંગ રચી દુષ્કર્મ આચર્યું

Spread the love

ઉત્તર ગુજરાતથી યુવતી અભ્યાસ અર્થે ગાંધીનગર આવી હતી,લગ્ન કરવાનું વચન આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

ગાંધીનગર : ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી નિકિતા (નામ બદલેલ છે )ને પ્રેમ જાળમાં ફસાવી પરણિત યુવાને અપરણિત હોવાનું કહી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ સ્ટેશન દ્વારા એસઆરપી જવાન યુવાન સામે ગુનો દાખલ કરીને વધુ તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર શહેરમાં આવેલ છાત્રાલયમાં રહેતી મૂળ ઉત્તર ગુજરાતમાંથી આવેલી નિકિતા (નામ બદલેલ છે )નો સંપર્ક તેના જ વિસ્તારના એસઆરપી જવાન યુવાન સાથે થયો હતો અને બંને વચ્ચે ફોન ઉપર વાતચીત શરૃ થઈ હતી. થોડા સમય બાદ બંને વચ્ચે પ્રેમ સબંધના ટેરવા ફૂટ્યા હોતા. આ યુવાન દ્વારા પોતે અપરણિત હોવાનું કહીને યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને યુવાન દ્વારા તેણીને થોડા સમય અગાઉ ગાંધીનગરમાં આવેલી એક હોટલમાં લઈ જઈને શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. બંને એક જ સમાજના હોવાથી આ યુવતીને તેની સાથે લગ્ન થઈ જશે તેવી આશા પણ જાગી હતી. આ સંદર્ભે તેણે પરિવારજનોને પણ જાણ કરી હતી. જો કે થોડા સમય અગાઉ આ યુવતીને જાણવા મળ્યું હતું કે, તેની સાથે પ્રેમ હોવાની વાતો કરનારો આ યુવાન પરિણીત છે. જેના પગલે તેના માથે આભ ફાટ્યું. અંતે નિકિતા (નામ બદલેલ છે )ની પ્રેમ સબંધનો દોર તૂટી ગયો અને આ એસઆરપી જવાન યુવાન સામે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *