મહિલાઓ ઘરમાં સુરક્ષિત નથી , પોલીસનો કોઈ ડર જ ન હોઈ એમ ઘરમાં ઘૂસીને દોરા તોડી રહ્યા છે તસ્કર
લોક અધિકાર, અમદાવાદ
પૂર્વ વિસ્તારમાં પોતાના ઘરમાં પણ મહિલાઓ સુરક્ષિત ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જાણે કે ચોર, લૂંટારુઓને પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ઘરમાં ઘૂસીને સોનાના દોરા તોડી રહ્યા છે. નિકોલમાં વહેલી પરોઢે મહિલા ઘરમાં પૂજા પાઠ કરી રહ્યા હતી ત્યારે અજાણી વ્યક્તિએ ઘરમાં ઘૂસી આવીને દોઢ લોખની કિંમતની સોનાની ચેઇન તોડી લીધી હતી. મહિલાએ બુમાબુમ કરતાં દિવાલ કૂદીને ચાર શખ્સો નાસી ગયા હતા. નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.
નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરયિાદ નોંધાવી છે કે તા. ૨૬ ડિસેમ્બરના રોજ તેમના પરિવારના સભ્યો સૂતા હતા અને વહેલી પરોઢે તેમના કાકી ઘરમાં ભગવાનની પૂજા કરતા હતા આ સમયે એક અજાણ્યા શખ્સે આવીને તેમના ગળામાં પહેરેલી સોનાની રૃા. ૧.૫૦ લાખની કિંમતની ચેઇન તોડી લીધી હતી.અને મહિલાએ બુમાબુમ કરતા પરિવાર જાગી જતા ચાર તસ્કરો દીવાલ કૂદી નાસી ગયા હતા.