લોક અધિકાર, ગાંધીનગર
૪- ૫ જાન્યુઆરી રોજ ૭ ધ-ગુજરાત સ્ટેટ માસ્ટર ગેમ્સ-૨૦૨૫ સીડસર ભાવનગર ખાતે દોડ સ્પર્ધા યોજાયી હતી.આ દોડ સ્પર્ધાનું આયોજન માસ્ટર ગેમ્સ એસોસિએશન ગુજરાત તરફથી કરવામાં આવેલ હતું. જેમાં ૪૦૦,૮૦૦,૧૫૦૦ મીટર દોડ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ઘણા દોડવીરોએ ભાગ લીધો હતો.એમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઇ વાઘેલા ઘનસ્યામસિંહએ ૭ ધ-ગુજરાત સ્ટેટ માસ્ટર ગેમ્સ-૨૦૨૫ સીડસર ભાવનગરમાં ૪૦૦,૮૦૦ અને ૧૫૦૦ મીટરની દોડમાં ભાગ લીધો હતો.
જેમાં તેમણે ૪૦૦ મીટર દોડમાં બીજો રેન્ક મેળવી સિલ્વર મેડલ,૮૦૦ મીટરની દોડમાં બીજો રેન્ક મેળવી સિલ્વર મેડલ અને ૧૫૦૦ મીટર દોડમાં ત્રીજો રેન્ક મેળવી બ્રોન્ઝ મેડલ આમ આ સ્પર્ધામાં ઘનસ્યામસિંહે તેમના નામે ત્રણ મેડલ હાસીલ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, ઘનસ્યામસિંહ અત્યાર સુધી ૨૦૦,૪૦૦,૮૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં અવારનવાર ભાગ લઇ ચુક્યા છે.
૨૦૦,૪૦૦, ૮૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં અત્યાર સુધીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ પણ જીતી ચુક્યા છે. ઘનસ્યામસિંહ અત્યાર સુધીમાં પુણે, કોલકાતા અને કેરલમા આયોજિત નેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુક્યા છે.
આમ અનેક મેડલ તેમેને જીતી ગાંધીનગર પોલીસનું નહિ પણ ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે.