Breaking
Sun. Jan 19th, 2025

સુરત એરપોર્ટ પર સીઆઇએસએફ જવાનનો આપઘાત:બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી આત્મહત્યા કરી

Spread the love

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઇએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગયો છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઇએસએફમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાના પગલે ફરજ બજાવી રહેલા અન્ય સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક જવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં વધુ સારવાર મળેએ પહેલાં જ જવાન મુત્યુને ભેટ્યો હતો.

કિશનસિંહ ૨૦૨૨થી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરજ બજાવતા હતા. તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. વર્ષ ૨૦૨૧માં તેમના લગ્ન થયા હતા. તે મૂળ રાજસ્થાનના વાતની હતા. આજે બપોરે પોતાના સાથી કર્મચારીઓ સીઆઇએસએફ જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે તેઓ સામાન્ય લાગતા હતા. ત્યારબાદ, અચાનક જ તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા અને પોતાની બંદૂકથી પોતાને ગોળી માર લીધી હતી. ગોળીનો અવાજ આવતા બાકીના સીઆઇએસએફ જવાનો તરત બાથરૂમ તરફ દોડી ગયા હતા. પરંતુ બાથરૂમનો દરવાજો ખૂલી રહ્યો નહોતો અને તૂટી રહ્યો નહોતો, જેના કારણે સીઆઇએસએફના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમમાં કૂદ્યા હતા. ત્યારે કિશનસિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જાતા સમયે તેઓનું મોતને ભેટ્યા હતા.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *