કલોલના ગેરકાયદેસર બાંધકામો ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું
શહેરમાં રસ્તાઓ પહોળો કરવા માટે આડેધડ ગેરકાયદેસર દબાણ હટાવવાની ચાર દિવસથી કાર્યવાહી શરૃ કરાઇ
કલોલ : કલોલમાં હોટલથી લઈને માર્કેટયાર્ડ ઓવરબ્રિજ સુધીનો રોડ પહોળો કરવાનો હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની માપણી કરી અને રોડ ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં નગરપાલિકાએ ચાર દિવસથી કાર્યવાહી શરુ કરીને આ રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા અને આજે વધુ દબાણ દૂર કરવામાં કાર્યવાહી શરુ કરી હતી.
આ બાબતે મળતી માહિતી પ્રમાણે નગરપાલિકા દ્વારા શહેરના સિંદબાદ હોટલથી લઈને માર્કેટયાર્ડ ઓવરબ્રિજ સુધીના રોડ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી રહી છે ચાર દિવસથી અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા ગતરોજ સ્વાદ હોટલ પાસેના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને વર્ષોથી બંધ થઈ ગયેલો સર્વિસ રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો સર્વિસ રોડ ખુલ્લો થતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેઓએ ફટાકડા ફોડયા હતા રાત્રે આતસબાજી કરી હતી નગરપાલિકા દ્વારા આજરોજ વધુ કાર્યવાહી કરવામાં આવતા આ રોડ ઉપર થયેલ દબાણો દૂર કર્યા હતા જેમાં કેટલીક દુકાનોનો સમાવેશ થતો હતો નગરપાલિકાએ ગેરકાયદેસર આડેધડ ખડકેલાં દબાણો ઉપર બુલડોઝર ફેરવીને રોડ ખુલ્લા કર્યા હતા.