ઉતરાયણના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સેક-૨૧ પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પરથી બાઇક લઈને પસાર થતા બાઈક ચાલકોને પતંગના દોરાથી ઇજાઓ ન થાય એ માટે બાઈક પર સેફટી ગાર્ડ લગાવવાની ઝુંબેશ ધરવામાં આવી હતી. જેમાં સેક-૩૦ ચોકડી ખાતે સેક-૨૧ પોલીસ સ્ટેશનના પી આઈ પી આર ચૌધરીની આગેવાનીમાં પોલીસ ખાતા દ્વારા બાઈક ચાલકોને ઉભા રાખીને તેઓને મફત સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા.
ઉતરાયણના હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. અને લોકો એડવાન્સમાં પતંગ ઉડાડવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને રોડ પરથી પસાર થતાં બાઈક ચાલકોને પતંગના દોરાથી નુકસાન અને ઇજા ન થાય તે માટે સેક-૨૧ પોલીસ સ્ટેશનના પી આઈ પી આર ચૌધરી દ્વારા સેક-૩૦ ચોકડી ખાતે પોલીસ સ્ટાફ ઉભો રહીને પસાર થતા બાઈક ચાલકોને ઊભા રાખીને પોલીસ ખાતા તરફથી મફત સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. આમ ઉતરાણના તહેવારોને અનુલક્ષીને બાઇક ચાલકોને દોરાઓથી ઇજા ન પહોંચે એ માટે સેક-૨૧ પોલીસ સ્ટેશન દ્વારા બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.