Breaking
Fri. Dec 13th, 2024

વૃદ્ધ પાસેથી તોડ કરનાર બે ઝડપાયા : કાર એકટીવાનો અકસ્માત થયાનો ઢોગ રચી વૃદ્ધને કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવી લીધા

Spread the love

ગાંધીનગર શહેરના રાંદેસણ વિસ્તારમાં એક વૃદ્ધને કાર અને એકટીવાનો અકસ્માત થયાનું કહી પોલીસ કેસ કરવાની ધાક-ધમકી આપી બે ઈસમો દ્વારા રૂપિયા 1,90,000 નો તોડ કર્યો હતો.

ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં વૃદ્ધને ત્યાં તોડ કરવાના મામલામાં બે ઈસમો ઝડપાયા હતા.

ગાંધીનગરના રાંદેસણ પાસે કૃષ્ણકુમારસિંહજી સર્કલ પાસે એક અલ્ટો ચાલકને રોકીને બે યુવકોએ કહ્યુ હતુ કે, તમે મારા વાહન સાથે અકસ્માત કર્યો છે. જેથી સારવાર કરાવવી પડશે નહિ તો હુ પોલીસ કેસ કરીશ. પોલીસ કેસનો ડર બતાવી યુવકોએ અલ્ટો કારના ચાલક પાસેથી 1.90 લાખ રૂપિયા ચેક સાથે પડાવી લીધા હતા. ત્યારબાદ રૂપિયા લઇને આરોપીઓ જતા રહ્યા હતા. જ્યારે ઘરે ગયા પછી ચાલકે પરિવારને આપવીતી કહી હતી .

મહેન્દ્રભાઇ ગોપાલજી ધ્રાંગધરીયા રહે, રાંદેસણ હાલમાં નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, આશરે 10 દિવસ પહેલા મારી અલ્ટો કાર નંબર જીજે 18 બીબી 9078 લઇને સાંજના સમયે ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે કૃષ્ણકુમારસિંહજી સર્કલ પાસે મારી કાર પાછળ કઇક અવાજ આવ્યો હતો, પરંતુ કાર જવા દીધી હતી. થોડે આગળ જતા એક એકટીવા ઉપર બે યુવકો આવીને કહેવા લાગ્યા હતા કે, તમે મારા એક્ટીવા સાથે અકસ્માત કર્યો છે, મને ખભા ઉપર વાગ્યુ છે. દવાખાને લઇ જવો પડશે. જેથી કાર ચાલકે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાનુ કહેતા ના પાડી હતી અને સેક્ટર 6 સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જેમાં એક વ્યક્તિ એક્ટીવા લઇને આવ્યો અને બીજો કારમાં સાથે હતો. કારમાં સાથે આવેલો વ્યક્તિ હોસ્પિટલમાં ગયા બાદ બહાર આવીને તબીબ સાથે વાત કરાવી હતી. જેમાં સામે વાત કરનાર તબીબે કહ્યુ કે, દર્દીને જમણા ખભા ઉપર ફ્રેક્ચર છે, એક સપ્તાહ દાખલ રહેવુ પડશે અને આશરે 1.70 લાખનો ખર્ચ થશે. કાર ચાલકે બંનેના નામ પૂછતા સંદીપ ઠાકોર અને ઇસ્માઇલ હોવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ સારવારનો ખર્ચ આપો નહિ તો પોલીસ કેસ કરીશ કહેતા સેક્ટર 16 ખાતે જઇને એટીએમમાંથી 40 હજાર રોકડા ઉપાડીને આપ્યા હતા અને બીજો 1.50 લાખનો ચેક આપ્યો હતો. રૂપિયા અને ચેક આપ્યા પછી પણ બીજા 70 હજાર માંગવામાં આવતા ઘરે વાત કર્યા પછી ઇન્ફોસિટી પોલીસ મથકમાં બન્ને ઈસમો સામે નોંધાયો હતો.

ગુનો નોંધ્યા બાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી પી. આર. ચૌધરી સાહેબે વૃદ્ધની જોડેથી પૈસાનો તોડ કરનાર બંને ઇસમોને પકડી પાડવા સારું ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પો. સ.ઇશ્રી એન.એન.ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ બળવંતસિંહ, તથા હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ મનુસિંહ, તથા હેડ કોન્સ્ટેબલ રવિકુમાર બાબુભાઈ તથા કોન્સ્ટેબલ સુનિલકુમાર રમણભાઈ, તથા કોન્સ્ટેબલ નીલરાજસિંહ શંકરસિંહ તથા કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ વિક્રમસિંહ તથા લોકરક્ષક વનરાજસિંહ પ્રવિણસિંહને આરોપીઓને શોધી કાઢવા સારું માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં સતત કાર્યરત કર્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિ કુમાર બાબુભાઈ તથા લોકરક્ષક વનરાજસિંહ પ્રવિણસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે આધારે આરોપીઓ દિપક અશોકભાઈ રાઠોડ ઉંમર વર્ષ 34 રહે મકાન નંબર 54 તેલીયા મીલની ચાલી પ્રેમ દરવાજા માધુપુરા અમદાવાદ તથા મહેશ નાનજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ 27 રહે મકાન નંબર 220 ઠાકોર વાસ ફજલ ખાનનું ટેકરો સાળંગપુર અમદાવાદના અને તાત્કાલિક પકડી પાડી ઉપર ગુનાના ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક પડાવી પાડેલ રૂપિયા 1,90,000 તથા ગુનો કરવામા વાપરેલ એકટીવા કિં. રું 30,000 મળી કુલ કિં.રું 2,20,000 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આરોપી મહેશ ઠાકોર અગાઉ કાલુપુર પોલીસ સ્ટેશનમાં તથા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને દીપક રાઠોડ નિકોલ પોલિસ સ્ટેશન મા અગાઉ પકડાયેલ છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *