હું અમદાવાદ CP ઓફિસમાં નોકરી કરું છુ,SP મારા ભાઈ બંધ છે,ગાડી જવાદો એવો ખોટો રોફ મારનાર અમદાવાદના યુવકને ભારે પડી ગયું છે. પોલીસ તપાસમાં યુવક પોલીસ ડિપાર્ટમેંટ કે પોલીસ વડાને પણ ઓળખતો ન હોવાનું બહાર આવતા સેક્ટર – 21 પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના મિત્ર હોવાની ખોટી ઓળખ આપનાર યુવકને ભારે પડી ગયું છે. રાતે સેક્ટર – 21 પોલીસ મથકના પીઆઈશ્રી પી.આર.ચૌધરી સ્ટાફના માણસો સાથે સેક્ટર – 30 સર્કલ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા.
ત્યારે એક સફેદ કલરની ફોક્સવેગન પોલો ગાડીને ચેકિંગ માટે પોલીસે ઉભી રાખવી હતી. જેનાં આગળના ભાગે નંબર પ્લેટ લગાવેલ ન હતી અને GJ-06-PF-7011નું સ્ટીકર મારેલું હતું. અને ગાડી મોડીફાયડ કરી પાછળના ભાગે બે સાયલેન્સર લગાડેલા હતા. જેમાં પાંચ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓ ગાડી હતા. જેથી કાર ચાલકની નંબર પ્લેટ બાબતે પોલીસે પૂછતાછ કરી હતી..
તે વખતે ગાડીમાં સવાર એક મહિલાએ તેના પતિ સાથે ફોનમાં વાતચીત કરવા માટે સેક-૨૧ પોલીસ મથકના પીઆઈ પી આર ચૌધરીને આપ્યો હતો. એટલે ફોન પર વાત કરનાર યુવકે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.અમદાવાદ સી.પી. ઓફિસમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પોતાની જાતને હોશિયાર સમજી આવેશમાં આવી કહેવા લાગ્યો રવિભાઈ ગાંધીનગર એસપી મારા ખાસ મિત્ર છે, હું મારી રીતે વાત કરી લઉં છું તેમ કહી કાર તમે જવા દો એવું કહ્યું હતું.
તેવામાં પીઆઈ પી આર ચૌધરીની મહિલાના મોબાઇલ ફોનની સ્ક્રીન ઉપર નજર ગઈ. જેમાં ફોન ઉપર વાત કરનાર વ્યક્તિનો વાદળી કલર જેવા કપડા પહેરેલ ફોટો હતો. જેનાં કપડાં પરથી જ પીઆઈને શંકા ગઈ. અને તેમણે મહિલાની પૂછતાછ શરૂ કરી. દિમાંગ બાજ મહિલા પીઆઈ પી આર ચૌધરીના ઉલ્ટા-સુલતા સવાલો સાંભળીને મહિલાને શરીરે પસીનો છૂટી ગયો હતો. તેણે કબૂલાત કરેલી કે એસપીના મિત્ર તેમજ પોલીસમાં નોકરી કરતો હોવાની ખોટી ઓળખાણ આપનાર તેનો પતિ સાવન બારોટ એરટેલ કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરે છે.
જેનાં પગલે પીઆઈ પી આર ચૌધરીએ પોલીસ તરીકેનો ખોટો રોફ મારનાર અને રવિતેજા મારા ખાસ મિત્ર છે કાર જવા દો ખોટી હોશિયારી મારનાર સાવન બારોટ (રહે. રહે- 1, હરીકૃપા રો-હાઉસ, કૃષ્ણનગર બસ સ્ટેન્ડની બાજુમાં કૂષ્ણનગર, નરોડા) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગાડીના ચાલક વિરુધ્ધમાં એમ.વી.એકટ મુજબ અલગથી કાર્યવાહી કરી છે.
આમ પીઆઇ પી આર ચૌધરીની બાજ નજર અને સતર્કતાના પગલે પોલીસ તરીકેનો ખોટો રોફ જમાવનાર અને જિલ્લા પોલીસવડાનો મિત્ર કહેનાર સાવન ચંદ્રકાન્ત બારોટ સામે ગુનો દાખલ કર્યો છે.