ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં ચોરી કરી આસાનીથી ફરાર થઇ જનારા સિખલીગર ગેંગના 2 સાગરીતોની ધરપકડ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરી લેવામાં આવી છે.પોલીસને મળેલી બાતમી આધારે કાલોલથી 2 આરોપી હથિયારસીંગ સતનામસિંગ લુહારિયા અને ગુરુમુખસીંગ શક્તિસીંગ સિખલીગરની ધરપકડ કરી ઘરફોડ અને”પાંચ” બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ગાંધીનગર: ગાંધીનગર અને આસપાસના મોટા વિસ્તાર માણસ,છત્રાલ,નારદીપુર,મહેસાણા નારદીપુરમાં ચોરી કરી આસાનીથી ફરાર થઇ જનારા સિખલીગર ગેંગના 2 સાગરીતોની ધરપકડ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરી લેવામાં આવી છે.પોલીસને મળેલી બાતમી આધારે પરબતપુરા થી 2 આરોપી હથિયારસીંગ સતનામસિંગ લુહારિયા અને ગુરુમુખસીંગ શક્તિસીંગ સિખલીગરની ધરપકડ કરી ૧૪ કોમર્શિયલ દુકાનોમાં ચોરીને અંજામ આપી કુલ રૂપિયા ૫ લાખ થી વધારેની રોકડ રકમની ચોરી કરેલ અને ચોરી કરવા માટે છત્રાલ ખાતેથી ચોરી કરેલ પલ્સર બાયક લઇ જતા જે બાયક ચોરી કર્યા બાદ બિનવારસી છોડી દેતા હતા.
આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તેમનો મુખ્ય વ્યવસાય રખડતા ભૂંડ પકડવાનો છે તેઓ તેમના વ્યવસાય અર્થે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરતા હોઈ ત્યારે કોમર્શિયલ દુકાનોની રેકી કરી રાત્રી દરમ્યાન ચોરીના ગુનાને અંજામ આપતા હતા.હાલ પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે.